
અનિલ કપૂરે તેમની વર્ષ 1987 ની ફિલ્મ ‘Mr. India’ ના ઓરિજિનલ પોશાકને પહેરીને તેમના કરિયરના સૌથી યાદગાર લુક્સમાંથી એકને ફરીથી અપનાવ્યો છે. ‘India Ke Top 1%: The Anil Kapoor Show’ ના એક એપિસોડમાં અભિનેતાએ જણાવ્યું કે, તેમનો શર્ટ, ટ્રાઉઝર અને પ્રખ્યાત જેકેટ લગભગ ત્રણ દાયકા પછી પણ તેમને ફીટ આવે છે.
અનિલ કપૂરે પોતાના શોના સેટ પર પોતાનો પ્રખ્યાત ‘મિસ્ટર ઇન્ડિયા’ લુક ફરીથી બતાવ્યો. તેમણે એ જ શર્ટ, ટ્રાઉઝર અને જેકેટ પહેરી જે તેમણે વર્ષ 1987માં ફિલ્મ રિલીઝ થયા પછીથી સંભાળીને રાખી હતી.
પોતાની જૂની ડ્રેસ સાથે ફરીથી જોડાવા પર અભિનેતાએ કહ્યું, ‘હું કહીશ કે… શર્ટ હજી પણ મને ફીટ આવે છે, ટ્રાઉઝર પણ ફીટ આવે છે અને જેકેટ પણ ફીટ આવે છે. 39 વર્ષ પછી પણ બધું જ મને ફીટ આવે છે.
આ પ્રખ્યાત જેકેટ પાછળની વાર્તા જણાવતા અનિલ કપૂરે ખુલાસો કર્યો કે, જેકેટ ખાસ ફિલ્મ માટે બનાવવામાં આવ્યું ન હતું પરંતુ તેણે મુંબઈના પ્રખ્યાત ચોર બજારમાંથી ખરીદવામાં આવ્યું હતું.
વીડિયોમાં અભિનેતા અનિલ કહે છે, ‘મેં આ જેકેટ ચોર બજારથી ખરીદી હતી. યોગાનુયોગ, મેં મારા વાળ લાંબા રાખ્યા છે, જેમ કે મિસ્ટર ઇન્ડિયામાં હતા. તેથી, આજે મારા વાળ પણ આ લુકને સૂટ કરી રહ્યા છે.’
આ વીકેન્ડ સ્ટાર પ્લસનો ‘India Ke Top 1%’ અસલ જિંદગીના ‘મિસ્ટર ઇન્ડિયા’ને સલામ કરશે, જેઓ બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના દેશ અને સમાજની સેવા કરે છે. ‘મિસ્ટર ઈન્ડિયા’ થીમ પર આધારિત આ ખાસ એપિસોડમાં શોના રસપ્રદ કોયડાઓ અને રમતો દર્શાવવામાં આવશે.
સાથે જ એવા લોકોની વાર્તાઓ પણ દર્શાવવામાં આવશે, જેઓ બીજાઓને મદદ કરવાનું પોતાનું કર્તવ્ય માને છે. આ અવસરને વધુ ખાસ બનાવતા અનિલ કપૂર એ જ કોટ, શર્ટ અને પતલૂનમાં નજર આવશે, જે તેમણે આ યાદગાર ફિલ્મમાં પહેર્યા હતા. Show માં અનિલ કપૂર પોતાની જેકેટની ખરીદીથી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવશે.
તેમણે કહ્યું, ‘આપણે જે એપિસોડ કરી રહ્યા છીએ, તે સામાજિક રૂપથી વધારે ખાસ છે. આ જ તેની મુખ્ય થીમ હતી અને ફિલ્મ જોયા પછી રાજ કપૂર સાહેબે પણ આ જ વાત કહી હતી. આ ફિલ્મથી શું શીખ મળે છે? શીખ એ છે કે, દરેક મિસ્ટર ઇન્ડિયા બની શકે છે. આ એપિસોડ એ લોકોના વિશે છે, જે દેશની સેવા કરે છે. તેઓ કોઈ પણ અપેક્ષા વગર દેશ માટે કામ કરે છે. તેઓ તેને પોતાનું નૈતિક કર્તવ્ય માને છે. તેઓ આજે ભારત જે છે, તે બનાવવામાં મદદ કરે છે.’