Amitabh Bachchan અલગ લુકમાં જોવા મળ્યા, ફોટો શેર કર્યા પછી લખ્યું આ વાક્ય

|

Feb 14, 2021 | 5:23 PM

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બિગ બી ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને તેમના કામ વિશે કહેતા રહે છે. આ વખતે તેમણે સારો ફોટો શેર કર્યો છે,

Amitabh Bachchan અલગ લુકમાં જોવા મળ્યા, ફોટો શેર કર્યા પછી લખ્યું આ વાક્ય
Amitabh Bachchan

Follow us on

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને શનિવારે પોતાની આગામી ફિલ્મ ‘મે ડે’ના સેટ પર લીંબુ પાણીનો આનંદ માણતાનો એક ફોટો શેર કર્યો છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. બિગ બી ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને તેમના કામ વિશે કહેતા રહે છે. આ વખતે તેમણે સારો ફોટો શેર કર્યો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

અમિતાભ બચ્ચને ફોટો શેર કર્યો છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફોટો શેર કરવા ઉપરાંત અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તડકામાં લીંબુ પાણી, ચશ્મા જેકેટ શૂટિંગમાં’ ચાહકોને બિગ બીનું કેપ્શન વધુ મનોરંજક લાગ્યું. અભિનેતાની પોસ્ટને હવે 5 લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. વળી, ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે. અજય દેવગન દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ આઉટડોર કરવામાં આવી રહ્યું છે. જોકે, બિગ બીએ શૂટિંગનું લોકેશન જાહેર કર્યું નથી.

બિગ બીએ ભાવનાત્મક પોસ્ટ કરી હતી

થોડા દિવસ પહેલા બિગ બીએ અભિષેકના જન્મદિવસ પર ભાવનાત્મક પોસ્ટ મૂકી હતી. શેર કરેલી તસવીરોમાં અમિતાભ એક તરફ અભિષેકનો હાથ પકડી રહ્યા છે, જ્યારે બીજી તસ્વીરમાં અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનને આગળ વધવામાં સમર્થન આપી રહ્યા છે. અમિતાભ બચ્ચન બર્થડે પોસ્ટ પર કેપ્શન કરતી વખતે લખ્યું હતું, ‘એક સમયે હું તેનો હાથ પકડતો હતો, હવે તે મારો હાથ પકડીને ટેકો આપે છે.’ પિતાની પોસ્ટ જોઈ અભિષેક બચ્ચન ભાવુક થઈ ગયા અને બિગ બીની પોસ્ટ પર ટિપ્પણી કરી. તેમણે લખ્યું, ‘લવ યુ પા.’

Next Article