Mumbai : અમિતાભ બચ્ચનની ભાડુઆત બની ક્રિતી સેનન, દર મહિને ભાડા પેટે ચૂકવશે આટલા લાખ !

|

Dec 11, 2021 | 1:05 PM

ક્રિતી સેનન ઘણા સમયથી સારા ઘરની શોધમાં હતી અને હવે તેનું સપનું સાકાર થયું છે. અભિનેત્રીએ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલો મહાનાયકનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ(Duplex Apartment)  ભાડે લીધો છે.

Mumbai : અમિતાભ બચ્ચનની ભાડુઆત બની ક્રિતી સેનન, દર મહિને ભાડા પેટે ચૂકવશે આટલા લાખ !
File Photo

Follow us on

Mumbai : બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન (Kriti Sanon )પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીએ મુંબઈમાં એક આલીશાન ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે રાખ્યુ છે. વાસ્તવમાં, અભિનેત્રીએ જે ઘર ભાડે રાખ્યુ છે તે અન્ય કોઈનુ નહીં પરંતુ બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનનુ (Amitabh Bachchan)છે. જી હા, અભિનેત્રી કૃતિ સેનન હવે અમિતાભ બચ્ચનની ભાડુઆત બની ગઈ છે.

ઘણા સમયથી ઘર શોધી રહી હતી અભિનેત્રી

ક્રિતી સેનન ઘણા સમયથી પોતાના માટે સારા ઘરની શોધમાં હતી અને હવે તેનું સપનું સાકાર થયું છે. અભિનેત્રીએ મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલો મહાનાયકનો ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ(Duplex Apartment)  ભાડે લીધો છે.તમને જણાવી દઈએ કે, દર મહિને અભિનેત્રી આ ઘર માટે 10 લાખ રૂપિયા ચૂકવશે. બિગ બીએ થોડા મહિના પહેલા જ આ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ દિવસોમાં અભિનેત્રી જુહુમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. જેમાં તે તેના માતા-પિતા અને નાની બહેન નુપુર સેનન સાથે રહે છે. કૃતિનું ઘર ખૂબ જ સુંદર છે, જે કોઈપણ સામાન્ય ફિલ્મ સેલિબ્રિટીના ઘરથી બિલકુલ અલગ લાગે છે. સેલિબ્રિટી ઈન્ટીરીયર ડેકોરેટર પ્રિયંકા મહેરાએ કૃતિના ઘરની ડિઝાઈન બનાવતી વખતે તેના રંગોની પસંદગીનું ખાસ ધ્યાન રાખ્યું હતુ.

 

કૃતિ સેનનનુ વર્કફ્રન્ટ

હીરોપંતી ફિલ્મથી બોલિવૂડમાં (Bollywood Debue) એન્ટ્રી કરનાર ક્રિતી સેનન આવનારા સમયમાં ઘણા મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં જોવા મળશે. થોડા દિવસો અગાઉ અભિનેત્રીની ફિલ્મ હમ દો હમારે દો રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ લીડ પાત્રમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે વરુણ ધવન સાથેની હોરર કોમેડી ભ્રેયામાં પણ જોવા મળી હતી. તેણે આ વર્ષની શરૂઆતમાં આ ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. આ સાથે તે આદિપુરુષમાં સીતાનું પાત્ર ભજવતી જોવા મળશે. આ સિવાય  ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ગણપતમાં પણ અભિનેત્રી જોવા મળશે.

 

આ પણ વાંચો : Samantha Divorce : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર અભિનેત્રી સામંથાએ કંઈક એવુ કહ્યુ કે ચાહકો ચોંકી ગયા !

આ પણ વાંચો : દિવ્યાંકાનો દેશી અંદાજ ! પટિયાલા સૂટમાં એક્ટ્રેસે ‘વખરા સોંગ’ પર લગાવ્યા ઠુમકા, જુઓ Video

Published On - 1:04 pm, Sat, 11 December 21

Next Article