Chehre : અમિતાભ બચ્ચનના ફિલ્મની નવી રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો થિયેટરમાં ક્યારે મચાવશે ધુમ ?

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)અને ઇમરાન હાશ્મીની (Emraan Hashmi)ફિલ્મ "ચેહરે"ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર થઈ છે.

Chehre : અમિતાભ બચ્ચનના ફિલ્મની નવી રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો થિયેટરમાં ક્યારે મચાવશે ધુમ ?
Amitabh Bachchan (File Photo)
| Edited By: | Updated on: Aug 12, 2021 | 6:00 PM

Chehre : અમિતાભ બચ્ચન, ઇમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તીની (Riya Chakraborty) ફિલ્મ ચેહરેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, અગાઉ આ ફિલ્મ એપ્રિલમાં થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારીના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મની નવી રિલીઝ ડેટ બહાર આવી છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા (Social Media)પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ ખુશખબરી આપી છે.

અમિતાભ બચ્ચને એક વીડિયો શેર (Video) કર્યો છે, જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, જો તમારામાંથી કોઈએ કોઈ અપરાધ કે અત્યાચાર કર્યો હોય તો સાવધાની સાથે અહીંથી પસાર થવુ, કારણ કે આ રમત તમારી સાથે પણ રમી શકાય છે.

ફિલ્મની રિલીઝ ડેટ થઈ જાહેર

અમિતાભ બચ્ચને આ વીડિયો શેર કરતા લખ્યું કે, સાવધાન રહો. તમને ચેતવણી આપવામાં આવી રહી છે, કારણ કે આ આરોપ તમારા પર લાગી શકે છે.આપને જણાવી દઈએ કે, ચેહરે 27 ઓગસ્ટના રોજ તમારી નજીકના થિયેટરોમાં (Theaters)રિલીઝ થઈ રહી છે.

ફિલ્મના નિર્માતાએ કરી આ વાત

ચેહરે ફિલ્મના નિર્માતા આનંદ પંડિતે ફિલ્મની રિલીઝ (Movie Release Date) પર જણાવ્યું હતુ કે, આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે ,તેને લઈને મારા મનમાં કોઈ શંકા નહોતી. કારણ કે, મોટા પડદા પર ચહેરો એક અલગ છાપ છોડે છે. વધુમાં કહ્યું કે, હું થિયેટરોમાં બ્લોકબસ્ટર ફિલ્મો જોઈને મોટો થયો છું અને મિસ્ટર બચ્ચનને( Amitabh Bachchan)મોટા પડદા પર લાવવું મારા પ્રોડક્શન હાઉસ માટે શાનદાર છે.

દિગ્દર્શક રૂમી જાફરીએ ખુશી વ્યક્ત કરી

દિગ્દર્શક રૂમી જાફરીએ કહ્યું કે, હું ઉત્સાહિત છું કારણ કે અમારી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.ઉપરાંત જણાવ્યું કે, આ ફિલ્મ જે રીતે શૂટ કરવામાં આવી છે, જે માત્ર મોટા પડદા પર અનુભવી શકાય છે. વધુમાં ઉમેર્યું કે, હું દર્શકોને ખાતરી આપું છું કે અમિતાભ જી અને ઇમરાનને પ્રથમ વખત મોટા પડદા પર જોવા ખુબ શાનદાર હશે.

આપને જણાવી દઈએ કે ચેહરેનું ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી સાથે રિયા ચક્રવર્તી પણ જોવા મળશે.

 

આ પણ વાંચો: Shershaah Twitter Reaction : ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગના થયા દિવાના, કહ્યું ” યે દિલ માંગે મોર”

આ પણ વાંચો: Birthday Special :અજય દેવગણની કો-સ્ટાર સાયશા સહગલે 17 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યા હતા લગ્ન, આ રીતે ચાહકો દ્વારા થઈ ટ્રોલ

 

Published On - 5:53 pm, Thu, 12 August 21