અમિતાભ બચ્ચને મુંબઈમાં ખરીદ્યો 31 કરોડનો ફ્લેટ, જાણો કેવી રીતે બચાવ્યા 93 લાખ રૂપિયા

|

May 29, 2021 | 10:02 AM

અમિતાભ બચ્ચને જે અપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે ત્યાં અભિનેત્રી સની લિયોન અને દિગ્દર્શક આનંદ એલ રાય સહિત બોલીવુડની અનેક હસ્તીઓએ પણ ફ્લેટ ખરીદ્યો છે.

અમિતાભ બચ્ચને મુંબઈમાં ખરીદ્યો 31 કરોડનો ફ્લેટ, જાણો કેવી રીતે બચાવ્યા 93 લાખ રૂપિયા
અમિતાભ બચ્ચન (File Image)

Follow us on

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચાને (Amitabh Bachchan) તાજેતરમાં જ મુંબઈમાં ડુપ્લેક્ષ ફ્લેટ ખરીદ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લેટ 5,184 ક્વેર ફૂટનો છે અને તેની કિંમત 31 કરોડ રૂપિયા છે. આ ફ્લેટની ખરીદીમાં બિગ બીને 93 લાખનો ફાયદો થયો છે. તમને જાણીને પ્રશ્ન થશે કે આ કેવી રીતે થયું. તો ચાલો તમને જણાવીએ વિગત.

રિયલ એસ્ટેટ માર્કેટને સહારો આપવા માટે છૂટ

26 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્ર સરકારે ઘરોની સ્ટેમ્પ ડ્યુટીને થોડા સમય માટે ઘટાડવાનો નિર્ણય લીધો હતો. 31 ડિસેમ્બર 2020 સુધીમાં તે 5 થી 2% સુધી ઘટાડવામાં આવી હતી જેથી રિયલ એસ્ટેટ બજારમાં તેજી આવે. તે જ સમયે 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2021 સુધી સ્ટેમ્પ ડ્યુટી 3% કરવામાં આવી હતી.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

બિગ બીને કેવી રીતે થયો 93 લાખનો ફાયદો

આ ફ્લેટના રજીસ્ટ્રેશન માટે તેમણે 62 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી (Stamp Duty) ચૂકવી છે, જે 31 કરોડના 2 ટકા છે. આ રીતે તેમણે 31 માર્ચ 2021 સુધી મહારાષ્ટ્ર સરકારની સ્ટેમ્પ ડ્યુટીમાં 3% છૂટ મેળવી લીધી. આ મુજબ અમિતાભ બચ્ચને 93 લાખ રૂપિયાની બચત કરી.

બિગ બીએ આ સંપત્તિ ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર 2020 માં ખરીદી હતી. જેના કારણે તેમને જુના વર્ષમાં લાગુ 2% સ્ટેમ્પ ડ્યુટી જ ભરવી પડી. એપ્રિલ 2021 માં તેની નોંધણી કરવામાં આવી હતી.

આ જ ટાવરમાં સની લિયોને પણ ખરીદ્યો ફ્લેટ

અમિતાભ બચ્ચને જે અપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે ત્યાં અભિનેત્રી સની લિયોન અને દિગ્દર્શક આનંદ એલ રાય સહિત બોલીવુડની અનેક હસ્તીઓએ પણ ફ્લેટ ખરીદ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ જ ફ્લેટમાં સની લિયોને 16 કરોડમાં આ પ્રોજેક્ટમાં 4,365 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તે જ સમયે આનંદ રાયે આ ટાવરમાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ 25 કરોડથી વધુમાં ખરીદ્યું છે.

અમિતાભનો ફ્લેટ 27 અને 28 માં માળે

અમિતાભ બચ્ચનનો આ ફ્લેટ 27 અને 28 માળ પર સ્થિત છે. ઉપરાંત તેમને કાર પાર્કિંગના 6 પ્લેસ પણ મળી ગયા છે. પ્રોપર્ટી બ્રોકર્સ અને રીઅલ એસ્ટેટ એજન્ટોના જણાવ્યા મુજબ હાલમાં મિલકતની કિંમત આશરે 60,000 રૂપિયા પ્રતિ ચોરસ ફીટ છે.

કોરોનામાં ઘરોનું વેચાણ વધ્યું

અહેવાલ જણાવી રહ્યાં છે કે કોરોના રોગચાળો વચ્ચે લકઝરી એપાર્ટમેન્ટ્સનું વેચાણ વધ્યું છે. ઘણી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો લક્ઝરી હોમ્સ ખરીદવા હોડ લગાવી રહ્યા છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મહામારીના કારને ભાવ ઘટ્યા છે અને તેથી જેની પાસે પૈસા છે તેઓ આ સમયનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

Next Article