Amit Trivedi Birthday: અમિત ત્રિવેદીએ ગુજરાતી સિનેમામાં રેલાવ્યા છે સૂર, શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો મળ્યો છે પુરસ્કાર

Happy Birthday Amit Trivedi: અમિત ત્રિવેદીના (Amit Trivedi) જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને ફિલ્મ 'આમિર'માં (Aamir) સંગીત આપવાની તક મળી. 2008માં 'આમિર' પછી તેને 2009માં (Anurag Kashyap) અનુરાગ કશ્યપની 'દેવ ડી'માં (Dev D) કામ મળ્યું.

Amit Trivedi Birthday: અમિત ત્રિવેદીએ ગુજરાતી સિનેમામાં રેલાવ્યા છે સૂર, શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો મળ્યો છે પુરસ્કાર
Amit Trivedi Birthday
| Edited By: | Updated on: Apr 08, 2022 | 12:37 PM

અમિત ત્રિવેદી (Amit Trivedi) ભારતીય સંગીત નિર્દેશક, ગાયક તેમજ ગીતના લેખક છે. 8 એપ્રિલ 1979ના રોજ મુંબઈમાં જન્મેલા અમિતે હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં સંગીત (Music) આપ્યું છે. ફિલ્મો ઉપરાંત, અમિતે એડ ફિલ્મો, આલ્બમ્સ અને ટીવી શોની દુનિયામાં પણ હસ્તક્ષેપ કર્યો છે. તેમના શાનદાર સંગીતને કારણે, અમિતને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે. (Amit Trivedi won National Film Award For Best Music Direction)

સંગીતની દુનિયામાં પોતાની ઓળખ બનાવનારા અમિત ત્રિવેદીને નાનપણથી જ સંગીતમાં રસ હતો. કોલેજ પહોંચતા સુધીમાં તે ‘ઓમ’ નામના બેન્ડ સાથે જોડાઈ ગયો. અમિતે ઘણા શો કર્યા અને ઘણી મોટી કંપનીઓ માટે જિંગલ્સ પણ બનાવી. અમિતના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને ફિલ્મ ‘આમિર’માં સંગીત આપવાની તક મળી. 2008માં ‘આમિર’ પછી તેને 2009માં અનુરાગ કશ્યપની ‘દેવ ડી’માં કામ મળ્યું. આ બે ફિલ્મોએ અમિતને ઘણી બધી ખ્યાતિ અને સંપત્તિ આપી. દેવ ડીએ પ્રખ્યાત ગીત ‘ઈમોશનલ અત્યાચાર’ કમ્પોઝ કરીને ધૂમ મચાવી હતી. અમિતે આ ફિલ્મના ગીતો પણ લખ્યા હતા. આ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ મળ્યો હતો.

ગીતોની નકલ કરવાનો લાગ્યો હતો આરોપ

આ પછી અમિત ત્રિવેદી પાસે ઓફર જ ઓફર હતી. પરંતુ આ દરમિયાન અમિત પર ચોરીનો આરોપ લાગ્યો હતો. વાસ્તવમાં, જ્યારે અમિતે ફિલ્મ ‘લૂટેરા’ની થીમ બનાવી ત્યારે તેના પર બ્રિટિશ મ્યુઝિક ડાયરેક્ટર રશેલ પોટમેનના ગીતોની નકલ કરવાનો આરોપ લાગ્યો હતો. જ્યારે અમિતને સોશિયલ મીડિયા પર ઘણી સારી અને ખરાબ વાતો સાંભળવા મળી તો તે ગભરાઈ ગયો.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા જોઈને ચોંકી ગયો અમિત

અમિતે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘યુટ્યુબ પર થીમ રિલીઝ કર્યા પછી લોકોની પ્રતિક્રિયાથી હું ખૂબ જ હચમચી ગયો હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, રશેલના ગીત ‘વન ડે’ની શરૂઆત અલગ છે પરંતુ જ્યારે સામાન્ય માણસ સાંભળશે ત્યારે તેને એવું જ લાગશે. મારા પરના આરોપની સ્પષ્ટતા કરવા માટે, મેં રશેલને ફોન કર્યો અને એક ઈમેલ પણ મોકલ્યો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં અને મામલો બંધ થઈ ગયો.

અમિતે પ્રખ્યાત ફિલ્મોમાં આપ્યું છે સંગીત

અમિત ત્રિવેદીને ફિલ્મ ‘ઉડાન’, ‘ક્વીન’ માટે શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ સિવાય અમિતે ‘ડિયર ઝિંદગી’, ‘કેદારનાથ’, ‘કાઈ પો છે’, ઈશ્કઝાદે, ઈંગ્લિશ વિગ્લીશ, નો વન કિલ્ડ જેસિકા જેવી પ્રખ્યાત ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અમિતની પત્નીનું નામ કૃતિ ત્રિવેદી છે.

અમિત ત્રિવેદીનું ‘મોતી વેરાણા ચોકમાં’ ગીત ગુજરાતી લોકો માટે હિટ સોન્ગ રહ્યું છે. આ ગીત 2020માં રિલીઝ થયું હતું. અમિત ત્રિવેદી અને ઓસ્માન મીરે આ ગીતને સૂર આપ્યા છે.

LAAGNI-ફિલ્મ પ્રેમ પ્રકરણનું અમિત ત્રિવેદીનું ગીત છે. લગનીને ઈશાની દવે સાથે ગાયું છે. આ ગીતને યુટ્યુબ પર 3 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે.

Ghani Cool Chori-ફિલ્મ રશ્મિ રોકેટ (2021)ની છે. આ ગીત અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે અને ભૂમિ ત્રિવેદીએ ગાયું છે. ગીતોમાં તાપસી પન્નુ છે અને યુટ્યુબ પર 14 મિલિયનથી વધુ વ્યુઝ છે.

ATAK GAYA– ગીત ફિલ્મ બધાઈ દો (2022)નું છે. રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરને દર્શાવતું આ ગીત યુવાનોમાં પસંદગીનું બની ગયું હતું. આ વીડિયોને યુટ્યુબ પર 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Bollywood News: ફોટામાં દેખાતી આ છોકરી બોલિવૂડની જાણીતી ડાન્સર અને સુપરસ્ટારની છે માતા, તમે ઓળખી શકો તો જિનિયસ કહેવાશો

આ પણ વાંચો: Grammy Awards 2022 : જસ્ટિન બીબરના લૂકની લોકોએ ઉડાવી ખૂબ જ મજાક

Published On - 12:14 pm, Fri, 8 April 22