Ami Je Tomar 3.0 : ‘ભૂલ ભુલૈયા 3’નું પહેલુ ગીત ‘આમી જે તોમર’ થયુ રિલીઝ, વિદ્યા-માધુરી વચ્ચે થઈ જુગલબંધી, જુઓ-Video

|

Oct 26, 2024 | 10:25 AM

કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જેવા દિગ્ગજ કલાકારોને ચમકાવતી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' દિવાળીના અવસર પર 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરે પહેલાથી જ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. હવે તેનું આઇકોનિક ગીત 'આમી જે તોમર 3.0' રિલીઝ કરવામાં આવ્યું છે.

Ami Je Tomar 3.0 : ભૂલ ભુલૈયા 3નું પહેલુ ગીત આમી જે તોમર થયુ રિલીઝ, વિદ્યા-માધુરી વચ્ચે થઈ જુગલબંધી, જુઓ-Video
Ami Je Tomar song released

Follow us on

‘ભૂલ ભુલૈયા 3’ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના શાનદાર ટ્રેલર બાદ હવે આ ફિલ્મનું ગીત ‘આમી જે તોમર 3.0’ એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત જેવા દિગ્ગજ કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ દિવાળીના અવસર પર 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલરે પહેલાથી જ ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. હવે તેનું આઇકોનિક ગીત ‘આમી જે તોમર 3.0’ રિલીઝ કરવામાં આવ્યું છે.

વિદ્યા અને માધુરી એકસાથે ડાન્સ કરતી જોવા મળી

આ ગીતમાં વિદ્યા અને માધુરી એકસાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને યાદ કરાવી દઈએ કે પહેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા’ના આ ગીતમાં વિદ્યા ‘આમી જે તોમર’ પર એકલી પરફોર્મ કરતી જોવા મળી હતી. જ્યારે ‘ભૂલ ભૂલૈયા 2’ના ગીતમાં કાર્તિક આર્યન સોલો અને તબ્બુએ ડબલ રોલમાં પરફોર્મ કર્યું હતું. હવે આ નવા ગીતમાં વિદ્યાની સાથે માધુરીના પર્ફોર્મન્સે ચાર્મ વધાર્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વિદ્યા- માધુરીની જુલગબંધી

માધારી દીક્ષિત અને વિદ્યા બાલને આ ગીત પર એકસાથે ડાન્સ કર્યો છે, જે ખૂબ જ આકર્ષક લાગે છે. ‘અમી જે તોમર’ 3.0ને નવી શૈલીમાં રજૂ કરવાનો સમય આવ્યું છે. આ ગીતનું ભવ્ય લોન્ચિંગ રોયલ ઓપેરામાં થયું હતું, જેમાં કાર્તિક આર્યન, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, ભૂષણ કુમાર, નિર્દેશક અનીસ બઝમી અને સંગીતકાર અમલ મલિક હાજર હતા. આ ખાસ અવસર પર, માધુરી અને વિદ્યાએ પોતાના શાનદાર અભિનયથી બધાને દિવાના બનાવી દીધા, જેણે આ ક્ષણને પ્રામાણિકપણે યાદગાર બનાવી દીધી.

‘અમી જે તોમર 3.0’ શ્રેયા ઘોષાલે ગાયું છે, જ્યારે તેના ગીતો સમીરે લખ્યા છે. ગીતનું નવું વર્ઝન અમલ મલિકે ગાયું છે. પ્રખ્યાત કોરિયોગ્રાફર ચિન્ની પ્રકાશે આ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓનું અદ્ભુત મિશ્રણ બનાવ્યું છે, જેમાં બંને સ્ટાર્સ તેમની શ્રેષ્ઠ શૈલીમાં જોવા મળે છે.

‘ભૂલ ભુલૈયા 3’ 1 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

અહીં એ પણ યાદ અપાવી દઈએ કે ‘ભૂલ ભુલૈયા’ની અસલ મંજુલિકા એટલે કે વિદ્યા બાલને કહ્યું હતું કે ‘આમી જે તોમર’ 25મી ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું હતું, ‘આમી જે તોમર, જુગલ બંદી…આ વખતે માધુરી દીક્ષિત નેનેજી સાથે. આમી જે તોમર 3.0 ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે તમને જણાવી દઈએ કે ‘ભૂલ ભુલૈયા 3’ 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Next Article