અક્ષય કુમાર (Akshay Kumar) અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) આ સ્ટાર કપલ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચા માટે ‘હોટ ટોપિક’ (Hot Topic) ગણાય છે. ટ્વિંકલ ખન્ના ભલે આજે સિલ્વર સ્ક્રીન પર એટલી ચમકતી નથી, પરંતુ તેણી તેના સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે હંમેશા અનેક તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. ટ્વિંકલ ખન્ના તેના નિવેદનોને લીધે હંમેશા લોકો દ્વારા ટ્રોલ થતી રહે છે. તાજેતરમાં, તેણીએ બહુચર્ચિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અંગે એક મજાકીયા અંદાજમાં નિવેદન આપતા સોશિયલ મીડીયા પર ફરીથી ટ્રોલ થઈ રહી છે.
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આજે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જેમણે પણ આ ફિલ્મ જોઈ તેઓ ખુદને રડતા રોકી ન શક્યા હતા. તાજેતરમાં જાણીતા અભિનેતા અક્ષય કુમારની પત્ની અને ભૂતપૂર્વ એક્ટ્રેસ ટ્વિન્કલ ખન્નાએ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ટાઈટલ પર મજાક કરી હતી, જે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ નિર્માતા અશોક પંડિતને પસંદ ન પડ્યું હતું. તેમણે ટ્વિંકલને તેના નિવેદન અંગે આકરો જવાબ આપ્યો છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ પર રીએક્ટ કરતા ટ્વિન્કલ ખન્નાએ લખ્યું હતું કે, એક ડાયરેક્ટરની ઓફિસમાં મિટિંગ દરમિયાન સાંભળવા મળ્યું કે ધ કાશ્મીર ફાઈલ્સની સફળતા બાદ, આવા ફિલ્મોના ટાઈટલ્સની આંધી આવી ગઈ છે. મોટા શહેરોના નામ પહેલા જ રજિસ્ટર થઇ ગયા છે. પરંતુ હવે આ ગરીબ લોકો અંધેરી ફાઈલ્સ, ખાર ડંડા ફાઈલ્સ અને સાઉથ બોમ્બે ફાઈલ્સ જેવા નામ રજિસ્ટર કરાવી રહ્યા છે.
.@mrsfunnybones ma’am, you are too late. This film (#KashmirFiles) on the genocide of #KashmiriPandits has already hit the nail on the communal coffin of #IslamicTerrorism.
Request you not be so insensitive towards the genocide of 7 lac #KashmiriPandits . pic.twitter.com/3CMQqRm63x— Ashoke Pandit (@ashokepandit) April 4, 2022
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિન્કલ ખન્નાને જવાબ આપતા ટ્વીટ કર્યું કે, ”મેમ તમે લેટ થઇ ગયા. હું તમને વિનંતી કરું છું કે 7 લાખ કાશ્મીરી પંડિતોનાં નરસંહાર પ્રત્યે આટલા અસંવેદનશીલ ન બનો.”
ટ્વિન્કલે આ વાત પર રીએક્શન આપતા કહ્યું કે હું પણ મારી ફિલ્મ માટે ટાઈટલ શોધી રહી હતી. આવામાં મેં પોતાની ફિલ્મનો આઈડિયા ડિમ્પલ કાપડિયા સાથે શેર કર્યો હતો અને કહ્યું કે હું જલ્દી જ ‘નેલ ફાઈલ્સ’ નામની એક ફિલ્મ બનાવવા જઈ રહી છું.
ફિલ્મ પ્રોડયૂસર અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી આજકાલ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના લીધે ચારે દિશામાંથી પ્રશંસા મેળવી રહ્યા છે. કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી આ ફિલ્મ આ અનેક લોકોના દિલ જીતી રહી છે. હજારો લોકોની ભાવનાઓ આ ફિલ્મ સાથે જોડાયેલ છે. આ મુદ્દા પર પહેલા પણ ફિલ્મો બની હતી પરંતુ ક્યારેય આટલી ડેપ્થમાં આ મુદ્દા પર વાત કરવામાં આવી નથી. પરંતુ વિવેક અગ્નિહોત્રીએ આ અઘરું કામ કરી બતાવ્યું છે. ફિલ્મને દેશભરની જનતાનો સપોર્ટ મળી રહ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો