Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

|

Sep 06, 2021 | 7:18 PM

અક્ષય કુમાર (Akshay Kumar) હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે યુકે ગયા હતા. તેઓ સોમવારે સવારે મુંબઈ પરત આવ્યા છે. તેમની માતાની તબિયત ખરાબ છે.

Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા
Akshay Kumar

Follow us on

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ની માતા અરુણા ભાટિયાની હાલત નાજુક છે. તેઓ મુંબઈના હિરાનંદાની હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. અક્ષય કુમાર માતાની તબિયત બગડ્યા બાદ લંડનથી મુંબઈ પરત ફર્યા છે. અક્ષય પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે લંડન ગયા હતા.

 

અક્ષય કુમાર છેલ્લા કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા. અક્ષય તેમની માતાની ખૂબ નજીક છે. તેમની તબિયત સારી ન હોવાથી તેમણે તેમની માતા સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. જેના માટે તે તાત્કાલિક ભારત પરત ફર્યા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

 

કામને નથી થવા દીધી અસર

અક્ષય કુમાર ક્યારેય પોતાનું કામ અધવચ્ચે છોડી દેવાનું પસંદ કરતા નથી. તેઓ ભારત પાછા આવ્યા છે, પરંતુ તેમણે નિર્માતાઓને શૂટિંગ ચાલુ રાખવા અને તે સીન્સનું શૂટ કરવા કહ્યું છે જેમાં તેમની જરૂર નથી. તેમના બાકીના વર્ક કમિટમેન્ટ પણ ચાલુ છે. ગમે તેટલી વ્યક્તિગત મુશ્કેલી હોય તો પણ તેઓ હંમેશા કામ ચાલુ રાખવામાં માને છે.

 

બેલ બોટમથી મચાવી ધમાલ

તાજેતરમાં થિયેટરો ખુલતાની સાથે જ અક્ષય કુમારે પોતાની ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) થિયેટરોમાં રજૂ કરી છે. આ ફિલ્મમાં તેમની સાથે વાણી કપૂર, લારા દત્તા, હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મમાં અક્ષયની એક્ટિંગ અને લૂકને ખૂબ પસંદ કરવામાં આવ્યા છે.

 

ફિલ્મોની લાગી છે લાઈન

અક્ષય કુમાર પાસે હાલમાં ફિલ્મોની લાઈન છે. અત્યારે તેમની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. અહેવાલો અનુસાર અક્ષય કુમાર પાસે 7-8 ફિલ્મો છે. આમાંની કેટલીક ફિલ્મોમાં બચ્ચન પાંડે, અતરંગી રે, રક્ષાબંધન, સૂર્યવંશી, રામ સેતુ, પૃથ્વીરાજ, ઓહ માય ગોડ 2 સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આમાંથી અક્ષયે બચ્ચન પાંડે, સૂર્યવંશી, અતરંગી રેનું શૂટિંગ પૂરું કર્યું છે.

 

હવે દરેક લોકો અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ગયા વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને કારણે તેમને મુલતવી રાખવામાં આવી હતી.

 

આ પણ વાંચો :- ઐશ્વર્યા અભિનીત ફિલ્મ ‘Ponniyin Selvan’ના શૂટિંગ દરમિયાન થયો અકસ્માત, મણિરત્નમની કંપની સામે નોંધાઈ FIR

 

આ પણ વાંચો :- Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ

Next Article