Birthday Special :અજય દેવગણની કો-સ્ટાર સાયશા સહગલે 17 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યા હતા લગ્ન, આ રીતે ચાહકો દ્વારા થઈ ટ્રોલ

સાયશા તેની ફિલ્મો કરતાં તેના લગ્નને લઈને વધારે ચર્ચામાં રહી છે. સાયશાએ 2019 માં સાઉથના પ્રખ્યાત અભિનેતા (South Actor) આર્યા સાથે લગ્ન કર્યા હતા. આપને જણાવી દઈએ કે, આર્યાની ઉંમર સાયશા સહગલ કરતા 17 વર્ષ મોટી છે. તેમના લગ્નને લઈને તે સોશિયલ મીડિયા પર ઘણી વખત ચર્ચામાં આવી હતી.

Birthday Special :અજય દેવગણની કો-સ્ટાર સાયશા સહગલે 17 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યા હતા લગ્ન, આ રીતે ચાહકો દ્વારા થઈ ટ્રોલ
Sayyeshaa Saigal (File Photo)
| Edited By: | Updated on: Aug 12, 2021 | 9:55 AM

Birthday Special : આજે સાઉથ ફિલ્મોની મશહુર અભિનેત્રી સાયશા સહગલનો (sayesha saigal)જન્મદિવસ છે. બહુ ઓછા લોકો અભિનેત્રી વિશે જાણે છે કે સાયશા પ્રખ્યાત દિવંગત અભિનેતા દિલીપ કુમારની નાતિન છે. સાયશા તેની ફિલ્મો કરતાં તેના લગ્નને લઈને વધારે ચર્ચામાં રહી છે, ત્યારે આજે અભિનેત્રીના જન્મદિવસ નિમિતે અમે તેના લગ્ન વિશે તમને માહિતગાર કરીશું.

સાયશાએ 2019 માં સાઉથના પ્રખ્યાત અભિનેતા (South Actor) આર્યા સાથે લગ્ન કર્યા હતા. આપને જણાવી દઈએ કે, આર્યાની ઉંમર સાયશા સહગલ કરતા 17 વર્ષ મોટી છે. તેમના લગ્નને લઈને તે સોશિયલ મીડિયા પર ઘણી વખત ચર્ચામાં આવી હતી.

સાયશાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સાથેની તસવીરો શેર કરતા જ સોશિયલ મીડિયા (Social Media) પર તેને ચાહકો દ્વારા ટ્રોલ કરવામાં આવી.આપને જણાવી દઈએ કે તે તસવીરોમાં સાયશા અને આર્ય (aarya)એકબીજાનો હાથ પકડતા જોવા મળ્યા હતા. આ કપલની તસવીરો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે (Social Media Users) તેમને પિતા અને પુત્રી પણ કહ્યા. જેના કારણે આ જોડી ઘણી ચર્ચામાં હતી.

2019 માં થયા હતા સાયશાના લગ્ન

આ લગ્નમાં, સાયરા બાનુ (Saira Banu)પણ દંપતીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.અભિનેત્રીના લગ્ન હૈદરાબાદમાં (Hyderabad)થયા હતા અને આ લગ્ન સાઉથ સિનેમાના ભવ્ય લગ્નોમાંથી એક હતા. આપને જણાવી દઈએ કે, આ લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ઉપરાંત આ લગ્નમાં સાઉથની ફિલ્મોના (South Film Stars) ઘણા મોટા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

 

સાયશાના કરિયરની વાત કરવામાં આવે તો તેમણે તેલુગુ ફિલ્મ અખિલથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 2015 માં રિલીઝ થઈ હતી. જે બાદ અભિનેત્રી 2016 માં રિલીઝ થયેલી અજય દેવગનની (Ajay Devgan) ફિલ્મ શિવાયમાં અનુષ્કાના રોલમાં જોવા મળી હતી, આ ફિલ્મથી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અહેવાલોનું માનીએ તો, આ અભિનેત્રી કન્નડ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

 

 

આ પણ વાંચો: કંગનાને દેશદ્રોહના કેસમાં બોમ્બે હાઈકોર્ટે નથી આપી કોઈ રાહત, 13 સપ્ટેમ્બર સુધી ટળી સુનાવણી

આ પણ વાંચો: એક અકસ્માતે બદલી નાખી આ સ્ટાર્સની જીંદગી, જાણો કોણ-કોણ છે આ સ્ટાર્સ