ધ કાશ્મીર ફાઇલ્સ ( The Kashmir Files) ફિલ્મ બાદ સમાજમાં રહેલા દૂષણો પર વધુ એક ફિલ્મ બની છે. હવે લવજેહાદના મુદ્દા પર બનેલી ‘ધ કન્વર્ઝન’ (The Conversion)નામની ફિલ્મ (Film) રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વર્તમાન સમયની વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. દેશમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જે સમાજ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. જેને લઈ ‘ધ કન્વર્ઝન’ નામની ફિલ્મ લવજેહાદની સમસ્યાને આધારિત બનાવવામાં આવી છે. ફિલ્મ એક લવ ટ્રાયેન્ગલ તરીકે રજૂ કરવામાં આવી છે. જેનું શૂટિંગ બનારસના ઘાટ પર કરવામાં આવ્યું છે.
‘ધ કન્વર્ઝન’ ફિલ્મમાં એક હિન્દુ યુવતીની વાર્તા છે જે ‘બબલુ’ જેવા હિન્દુ નામના યુવક સાથે પ્રેમમાં પડે છે. તે તેના પરિવારની વિરુદ્ધ જઈને તેની સાથે પ્રેમ લગ્ન કરે છે, પરંતુ લગ્ન પછી ખબર પડે છે વિધર્મી યુવકે તેની ખોટી ઓળખ આપી લગ્ન કર્યા હોય છે. લગ્ન બાદ તે યુવતીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોય છે. તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. આ યુવતી જેમ તેમ કરીને આ યુવકવા ચુંગાલમાંથી મુક્ત થઇ જાય છે અને પછી આ યુવતી, હિન્દુ યુવતીઓને આ છેતરપિંડી અને ષડયંત્રથી બચાવવાનું કામ કરે છે.
ધ કન્વર્ઝન’ વિનોદ તિવારી દિગ્દર્શિત ફિલ્મ છે. જેમણે 2018માં એક્શન કોમેડી ‘તેરી ભાભી હૈ પાગલ’ કરી હતી. તેમની આ નવી ફિલ્મમાં વિંધ્યા તિવારી, પ્રતિક શુક્લા અને રવિ ભાટિયા છે. અભિનેતામાં સપના ચૌધરી, વિભા છિબર, સુનીતા રાજભર, અમિત બહલ, સંદીપ યાદવ, સુશીલ સિંહ અને મનોજ જોશી શામેલ છે. આ ફિલ્મ વંદના તિવારીએ લખી છે અને તેનું સંગીત અનામિક ચૌહાણે આપ્યું છે. આ ફિલ્મ ‘ધ કન્વર્ઝન’ આગામી 6 મેથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મના દિગ્દર્શક વિનોદ તિવારીએ ટીવીનાઇન સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ લાંબા સમયથી આ પ્રકારની એક ફિલ્મ બનાવવાની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ તેમના માટે એટલે મહત્વપૂર્ણ છે. તેમણે આ ફિલ્મની વાર્તા આજના યુવાનોમાં જાગૃતિ લાવવાનો મુખ્ય ધ્યેય મુક્યો છે. આ ફિલ્મ માત્ર એક પ્રણય ત્રિકોણ નથી, પરંતુ ભારતમાં પ્રેમ લગ્ન પછી થતા ધર્માંતરણ જેવા સંવેદનશીલ મુદ્દા પર આધારિત છે.
જો કે, જ્યારે બોલિવૂડ આવા સંવેદનશીલ મુદ્દાઓનો સામનો કરવામાં અચકાય છે, ત્યારે તેમણે એક ફિલ્મ દ્વારા આધુનિક ભારતની ધાર્મિક સમસ્યાને સામે લાવવાનો પ્રયાસ છે. બંધારણમાં કોઈને ધર્મ પરિવર્તન દબાણ કરવાનો હક્ક નથી આપ્યો. જે આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
આ ફિલ્મની હિરોઇન વિંધ્યા તિવારીએ ટીવીનાઇન સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે, તેનો જન્મ બનારસમાં થયો છે અને આ તેની પહેલી ફિલ્મ છે. તેણે જણાવ્યુ કે વાસ્તવિક પરિસ્થિતિ પર બનાવેલી ફિલ્મમાં કામ કર્યું તેની તેને ખુશી છે. હાલની વર્તમાન પરિસ્થિતિમાં વિધર્મી યુવક દ્વારા લગ્ન કરીને યુવતીઓને ધર્માંતરણ કરાવવામાં આવે છે તે સમાજ માટે મોટું દુષણ છે. આજના યુગની છોકરીઓએ સમજવાની જરૂર છે. ત્યારે વધુ એક ફિલ્મ સત્ય પરિસ્થિતિ પર આધારિત સિનેમા ઘરો જોવા મળશે.
આ પણ વાંચો : Surat: પોલીસ કમિશનરે રજૂઆત સાંભળીને એક વૃદ્ધને કરી મદદ, એક કીંમતી બેગ સીસીટીવીના આધારે પરત કરાવી
આ પણ વાંચો : Sabarkantha: વણઝારા પરિવારોનું સ્થળાંતર, ડીજીપી હિંમતનગર પહોંચ્યા, સ્થિતિની સમિક્ષા કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો