Akshay Kumar ની ‘રામ સેતુ’માં જેકલીન પછી આ અભિનેત્રીની જોરદાર એન્ટ્રી, મનોરંજનમાં ડબલ ડોઝ મળશે

|

Mar 04, 2021 | 12:08 PM

ફિલ્મ 'રામ સેતુ' માં અક્ષય એક મુસાફરની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયનો લુક ઘણો અલગ હશે. પોસ્ટરમાં તેમની પાછળ ભગવાન રામની છબી જોવા મળી રહી છે.

Akshay Kumar ની રામ સેતુમાં જેકલીન પછી આ અભિનેત્રીની જોરદાર એન્ટ્રી, મનોરંજનમાં ડબલ ડોઝ મળશે
Akshay Kumar and Jacqueline

Follow us on

બોલિવૂડનાં ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે દિવાળી 2020 પર તેની ફિલ્મ ‘રામ સેતુ’ ની જાહેરાત કરી હતી. અભિનેતાએ જ્યાં આ ફિલ્મના સમાચારો ચાહકો સાથે શેર કર્યા છે, ત્યાં આ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું હતું. જે બાદ આ ફિલ્મ અંગે ઘણી ચર્ચા થઈ હતી. અહેવાલ છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે જેક્લીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જે બાદ હવે આ ફિલ્મમાં બીજી એક અભિનેત્રી પણ દાખલ થઈ છે.

એક અહેવાલ અનુસાર હવે આ ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિઝ સાથે નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં પણ જોશું. આ પહેલીવાર હશે જ્યારે નુસરત ભરૂચા અક્ષય કુમારની સાથે મુખ્ય ભૂમિકા ભજવતી નજર આવશે. જ્યાં આ ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલા છે. નુસરત હવે બોલિવૂડમાં સતત કામ કરી રહી છે. જ્યાં પ્રેક્ષકો તેમના કામને ઘણો પ્રેમ આપી રહ્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અક્ષય કુમારે જ્યારે આ ફિલ્મનું પોસ્ટર બહાર પાડ્યું ત્યારે તેમણે લખ્યું – ‘આ દિવાળી, ભારત દેશના આદર્શ અને ભગવાન શ્રી રામની મહાન સ્મૃતિ, આવનારા યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવો સેતુ બનાવીએ જે આવનારી પેઢિયો સુધી રામને જોડીની રાખશે. આ પ્રયાસમાં અમારો એક નાનો સંકલ્પ છે – રામ સેતુ, આપને સૌને દિવાળીની શુભકામના. ‘

 

 

 

આ ફિલ્મમાં અક્ષય એક મુસાફરની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં અક્ષયનો લુક ઘણો અલગ હશે. પોસ્ટરમાં તેમની પાછળ ભગવાન રામની છબી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લાંબા વાળમાં જોવા મળશે. ગયા વર્ષના અંતમાં અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પર રિલીઝ થઈ હતી. જેને પ્રેક્ષકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અક્ષય કુમારની ફિલ્મ બોલિવૂડ બોક્સ ઓફિસ પર કેટલો બિઝનેસ કરે છે તે જોવાની મજા આવશે. તે જ સમયે, અક્ષય કુમાર પોતે પણ આ ફિલ્મની ઘણી રીતે તૈયારી કરી રહ્યા છે. જે ખૂબજ ખાસ બનવા જઈ રહ્યું છે.

Next Article