દેશ પ્રેમ જગાડતી ફિલ્મ ‘ધુરંધર’ની સક્સેસ બાદ, સલમાન ખાનનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો જૂનો વીડિયો વાયરલ, જુઓ-Video

ધુરંધર જેવી આંખ ખોલનારી ફિલ્મની ભારે પ્રશંસા બાદ હવે આ બોલિવુડના દબંગ હીરો સલમાનના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને લઈને @bharatiyaindiaના યુટ્યુબ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે

દેશ પ્રેમ જગાડતી ફિલ્મ ધુરંધરની સક્સેસ બાદ, સલમાન ખાનનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો જૂનો વીડિયો વાયરલ, જુઓ-Video
Salman khan
| Updated on: Apr 11, 2026 | 1:29 PM

ધુરંધર પહેલા બોલિવુડ જે પ્રોપોગેન્ડા ફેલાવી રહ્યું હતુ તે તો જગ જાહેર છે. અગાઉ તમે જોયુ હશે સલમાન ખાનની એક ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ના છેલ્લા સીનમાં દેખાડવામા આવે છે ભારત અને પાકિસ્તાનનો ઝંડો એકસાથે ફરકાવવામા આવે છે. હવે જે આતંકી દેશ પાકિસ્તાન તેના આંતકથી ભારતીને અનેક વખત નુકસાન પહોંચાડી ચૂક્યું છ, તે પાકિસ્તાનીઓનો ઝંડો ભારતના ઝંડાની જોડે ફરકાવાય રહ્યો છે. જોકે આ ફિલ્મનો હીરો સલમાન ખાનના પાકિસ્તાન પ્રેમથી કોણ અજાણ છે.

પાકિસ્તાન પ્રેમવાળા સલમાનના જૂના વીડિયો વાયરલ

ધુરંધર જેવી આંખ ખોલનારી ફિલ્મની ભારે પ્રશંસા બાદ હવે આ બોલિવુડના દબંગ હીરો સલમાનના જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને લઈને @bharatiyaindiaના યુટ્યુબ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમા સલમાનનો પાકિસ્તાન પ્રેમ છલકાઈ આવે છે. અહીં આ વીડિયો પાકિસ્તાનના તાજ હોટલ એટેક પછીનો છે જેમાં સલામાન ખાન પાકિસ્તાનું નામ લીધા વીના આ આંતકી દેશની તરફેણમાં બોલે છે કોઈ સરકાર આંતકવાદી અટેકમાં સામેલ નથી હોતી કે સપોર્ટ નથી કરતી , પણ અહીં તો આપણી એટલે કે ભારતની સુરક્ષા વ્યવસ્થા ફેલ થઈ છે, આ પહેલા ઘણા આતંકી હુમલા થયા છે તેમાથી ઘણા હુમલા ભારતમાં થયા પણ તેની પાછળ પાકિસ્તાન ન હતુ. તે હુમલાના હુમલાખોરો ભારતમાં જ હતા.

video credit- @bharatiyaindia

એક વીડિયોમાં આતંકી દેશને પેહલા જ ક્લિન ચીટ આપી દીધી

આ પહેલાનો પણ એક વીડિયો છે જેમાં સલમાન ખાન બોલે છે કે ભારત પર કેટલા બધા અટેક થયા તે કઈ પાકિસ્તાનના કન્ટ્રોલમાં નથી હું ત્યાના ન્યૂઝ પેપર વાંચતો નથી પણ જ્યાં પાકિસ્તાનમાં કોઈ આવી ઘટના બને છે ત્યારે તે લોકો કહે છે હિન્દુસ્તાનીઓ એ આ કર્યું ! સલમાન ખાનના આ વીડિયો ખરેખર ચોંકાવનારા છે, કે જે દેશમાં રહે છે તે દેશની વિરુદ્ધ પર આવા વિવાદીત નિવેદન આપી શકે છે.

હવે બેટલ ઓફ ગલવાન લઈને આવી રહ્યો સલમાન

બીજી મોટી વાત તો એ છે કે આ મુસ્લિમ એક્ટર જ્યારે પહેલગામ અટેક થયો તે બાદ ઓપરેશન સિંદૂર થયું ત્યારે પણ કોઈ જ ટ્વિટ કે કોઈ પોસ્ટ ભારત માટે કરી ન હતી અને જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ઘમાસાન યુદ્ધ છેડાયુ હતુ તે બાદ જ્યારે સિઝફાયરનો નિર્ણય લેવાતા ‘Thank god for the ceasefire’ લખીને ટ્વિટ કર્યું જાણે તે પાકિસ્તાનને મરતા બચાવી રહ્યો હોય તેમ અને હવે બેટલ ઓફ ગલવાન જેવી દેશપ્રેમી ફિલ્મ લઈને આવી રહ્યો છે. જે ભારતીયો, ભારતીય સેના પ્રતિ સલમાનના મનમાં પ્રેમ જ નથી તે વ્યક્તિ ઈન્ડિયન આર્મીનો રોલ ભજવવા જઈ રહ્યો છે.

ઠાઠ-માઠ હોય તો નીતા અંબાણી જેવો ! સાડી કરતા પણ મોંઘુ પર્સ, કિંમત જાણી લોકો ચોંક્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us