Viral : દીપ સિદ્ધુના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ ભાંગી પડી, સોશિયલ મીડિયા પર શેર કરી આ ઈમોશનલ પોસ્ટ

દિલ્હીથી પંજાબ જઈ રહેલી સિદ્ધુની સ્કોર્પિયો કારનો ગમખ્વાર અકસ્માત થયો હતો. તે સમયે તેની ગર્લફ્રેન્ડ રીના પણ સાથે હતી.

Viral : દીપ સિદ્ધુના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ ભાંગી પડી, સોશિયલ મીડિયા પર શેર કરી આ ઈમોશનલ પોસ્ટ
Deep sidhu's girlfriend share emotional post
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:56 PM

Deep Sidhu Death: પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર દીપ સિદ્ધુનુ (Actor Deep Sidhu) 15 ફેબ્રુઆરીના રોજ એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. આવી સ્થિતિમાં હવે દીપના મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડની (Reena Rai) પોસ્ટ સોશિયલ મીડિયા પર સામે આવી છે. દીપની ગર્લફ્રેન્ડ રીના રાયે સોશિયલ મીડિયા (Social Media) પર કેટલીક તસવીરો શેર કરી છે. સાથે જ તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે. રીનાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ‘હું ભાંગી પડી છું…. હું અંદરથી મરી ગઈ છું. હું શ્વાસ લઈ શકતી નથી. પ્લીઝ પાછા આવી જાવ…… તમે મને વચન આપ્યું હતું કે તમે મને ક્યારેય છોડશો નહીં. આઈ લવ યુ માય જાન…. તમે મારા હૃદયના ધબકારા હતા.

જ્યારે હું હોસ્પિટલના પલંગ પર સૂતી હતી…

રીનાએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘જ્યારે હું હોસ્પિટલના પલંગ પર સૂઈ રહી હતી, ત્યારે મને આજે અનુભવ થયો કે તમે પાછા આવ્યા છો. હું જાણું છું કે તમે કાયમ મારી સાથે છો. આપણે સાથે મળીને આપણા ભવિષ્યના પ્લાન બનાવી રહ્યા હતા. હવે તમે ક્યાંક ગાયબ થઈ ગયા છો…. હું તમને ફરી મળીશ.’ આ ખૂબ જ ઈમોશનલ કેપ્શન સાથે રીનાએ દીપ સાથેની પોતાની તસવીરો પણ શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના આંદોલન વખતે દીપ સિદ્ધુ ખુબ ચર્ચામાં આવ્યો હતો. ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસ પર ખેડૂતોની રેલી દરમિયાન લાલ કિલ્લાની હિંસા બાદ અભિનેતા આ આંદોલનમાં સક્રિય હતા. દિલ્હીના લાલ કિલ્લામાં થયેલી હિંસાના કેસમાં દીપ સિદ્ધુ મુખ્ય આરોપી હતો. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

અકસ્માતમાં રીનાને નાની-મોટી ઈજાઓ થઈ હતી

અભિનેતાના મોતના સમાચારથી ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. તમને જણાવી દઈએ કે, દિલ્હીથી પંજાબ જઈ રહેલી સિદ્ધુની સ્કોર્પિયો કારનો ભયાનક અકસ્માત થયો હતો. તે સમયે તેની સાથે કારમાં તેની ગર્લફ્રેન્ડ રીના પણ હાજર હતી. આ અકસ્માતમાં દીપ સિદ્ધુનું મોત નીપજ્યુ હતુ, જ્યારે રીનાને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

 

આ પણ વાંચો : Kottayam Pradeep : મલયાલમ અભિનેતા કોટ્ટાયમ પ્રદીપનુ નિધન, 61 વર્ષની વયે દુનિયાને કહી દીધુ અલવિદા

આ પણ વાંચો : શું ઉર્ફી જાવેદ ઈન્ડો કેનેડિયન સિંગરને ડેટ કરી રહી છે ?, અભિનેત્રીએ આપી આ પ્રતિક્રિયા