Amitabh Bachchan પછી Ajay Devgan એ પણ લીધું નવું ઘર, ભાવ જાણીને રહી જશો સ્તબ્ધ

|

Jun 01, 2021 | 1:10 PM

તાજેતરમાં જ અભિનેતા અજય દેવગને મુંબઈના જુહુ વિસ્તારમાં બંગલો ખરીદ્યો છે.

Amitabh Bachchan પછી Ajay Devgan એ પણ લીધું નવું ઘર, ભાવ જાણીને રહી જશો સ્તબ્ધ
Ajay Devgan & Amitabh Bachchan

Follow us on

આ દિવસોમાં બોલિવૂડના ઘણા કલાકારોએ પોતાના માટે મકાનો ખરીદ્યા છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અર્જુન કપૂરે (Arjun Kapoor) પોતાના માટે ઘર ખરીદ્યું છે. હવે આ યાદીમાં અભિનેતા અજય દેવગનનું નામ પણ જોડવામાં આવ્યું છે.

તાજેતરમાં જ અભિનેતા અજય દેવગને મુંબઈના જુહુ વિસ્તારમાં બંગલો ખરીદ્યો છે. અજય દેવગનના આ બંગલાની કિંમત આશરે 60 કરોડ કહેવામાં આવી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એક અહેવાલ મુજબ, અજય દેવગને (Ajay Devgan) મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી પોશ કોલોનીમાં આ બંગલો ખરીદ્યો છે. આ બંગલો અજયના હાલના ઘર ‘શાંતિ’ થી થોડે દૂર છે. આ બંગલો 590 ચોરસ યાર્ડનો છે. અજય દેવગનના પ્રવક્તાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. જોકે તેમણે આ બંગલાની કિંમત જાહેર કરી નથી.

 

આ સ્ટાર્સ હશે પડોશી

સમાચારો અનુસાર, અજય દેવગન છેલ્લા એક વર્ષથી સતત બંગલાની શોધમાં હતા. જે બાદ અજયની શોધ હવે પૂરી થઈ ગઈ છે. અજય દેવગનના આ નવા બંગલામાં શિફ્ટ થયા પછી તેમના પડોશીઓ ઘણા દિગ્ગજ સ્ટાર્સ બનશે. જેમાં હૃતિક રોશન (Hrithik Roshan), અક્ષય કુમાર (Akshay Kumar), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ધર્મેન્દ્ર (Dharmendra) શામેલ છે.

તમને જણાવી દઇએ કે અજય દેવગન પહેલા તાજેતરમાં પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ મુંબઇના અંધેરી વિસ્તારમાં ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદી ચૂક્યા છે. આ એપાર્ટમેન્ટની કિંમત 31 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. અમિતાભે આ એપાર્ટમેન્ટ ખરીદવા માટે 62 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. છેલ્લા ઘણા દિવસોથી અમિતાભના આ ફ્લેટની કિંમત અને સ્ટેમ્પ પેમેન્ટ ભાવ ચર્ચાનો વિષય બન્યો હતો.

બીજી તરફ, અભિનેતા અર્જુન કપૂરે (Arjun Kapoor) તાજેતરમાં તેમની રૂમર્ડ ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરા (Malaika Arora) ના ઘરની નજીક એક પ્લોટ ખરીદ્યો છે.

 

આ પણ વાંચો :- બોલિવુડમાં BIG-Bના 52 વર્ષ પૂરા, અત્યાર સુધી ભજવેલા પાત્રોની ચાહકે આપી ઝલક

આ પણ વાંચો :- આ બોલીવુડ સ્ટાર્સે કેવી રીતે છોડી સિગારેટની લત? ઋતિકનો આઈડીયા તમને પણ કામ લાગી શકે છે

Next Article