Adhura First Look Poster: સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના ગીતનું પોસ્ટર થયું રિલીઝ, જોઈને ભાવુક થયા ચાહકો

|

Oct 17, 2021 | 9:35 PM

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડી ચાહકોને છેલ્લી વખત સાથે જોવા મળશે. તેમનો મ્યુઝિક વીડિયો અધૂરા રિલીઝ થવા જઈ રહ્યો છે.

Adhura First Look Poster: સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના ગીતનું પોસ્ટર થયું રિલીઝ, જોઈને ભાવુક થયા ચાહકો
Sidharth Shukla, Shehnaaz Gill

Follow us on

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. બોલિવૂડથી લઈને ટીવી સુધી દરેક ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ હતું. સિદ્ધાર્થ શુક્લાએ બિગ બોસ 13નો ખિતાબ જીત્યો હતો અને આ શોમાં જ તેમની અને શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બંનેનો એક મ્યુઝિક વીડિયો આવવાનો હતો. પરંતુ આ ગીતનું શૂટિંગ પૂર્ણ થઈ શક્યું નથી. સિદ્ધાર્થના મૃત્યુ પછી આ ગીતના શૂટિંગ દરમિયાન તેમની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ આ ગીતને વહેલી તકે રિલીઝ કરવાની માંગ કરવામાં આવી હતી. હવે આ ગીતનું લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

 

સિદ્ધાર્થ અને શહેનાઝનું બોન્ડિંગ જોવા મળ્યું હતું

અધૂરા ગીતના લુક પોસ્ટરમાં સિદ્ધાર્થ અને શહેનાઝનું ક્યૂટ બોન્ડિંગ જોવા મળે છે. તેઓ શહેનાઝનું નાક ખેંચતા જોવા મળે છે. આ ગીત શ્રેયા ઘોષાલે ગાયું છે. આ ગીતમાં ચાહકોને છેલ્લી વખત સિડનાઝની જોડી સાથે જોવા મળશે.

 

 

આ પોસ્ટર જોઈને સિડનાઝના ચાહકો ભાવુક થઈ ગયા છે. તેઓ તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. પોસ્ટર શેર કરતા શ્રેયા ઘોષાલે લખ્યું – તે એક સ્ટાર હતા અને હંમેશા રહેશે. લાખો લોકોના હૃદયમાં પ્રેમ ચમકતો રહેશે. આદત અને પુરુ થયા વગરનું ગીત. અધૂરા છે પરંતુ છતા પણ પૂર્ણ રહેશે. આ સિડનાઝનું છેલ્લું ગીત છે. દરેક ચાહકોની ઈચ્છા, હંમેશા માટે અમારા હૃદયમાં જીવંત રહેશે.

શહેનાઝ કામ પર પરત ફરી

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ શહેનાઝ ગિલની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. સિદ્ધાર્થના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર તેમની તસ્વીરો વાયરલ થઈ રહી હતી. હવે સિદ્ધાર્થના મૃત્યુના એક મહિના પછી કામ પર પરત ફરી છે. તેમની પંજાબી ફિલ્મ હોસલા રખ (Honsla Rakh) થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શહેનાઝ સાથે દિલજીત દોષંજ (Diljit Dosanjh) અને સોનમ બાજવા (Sonam Bajwa) મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં શહનાઝનો અભિનય ઘણો પસંદ કરવામાં આવ્યો છે.

 

 

આ પણ વાંચો:- Katrina Kaif સાથે સગાઈના સમાચાર પર વિક્કી કૌશલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું

 

આ પણ વાંચો:- The Kapil Sharma Show: તાપસી પન્નુની તસ્વીર પર યુઝરે આવકવેરાના દરોડા અંગે કરી કમેન્ટ, અભિનેત્રીએ આ રીતે આપી પ્રતિક્રિયા

Next Article