Shocking : એક્ટ્રેસ ગહના વશિષ્ઠનો એકતા કપૂર પર ગંભીર આરોપ, કહ્યું “તેના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવે છે “

ગહના (Gehana Vashisht) વીડિયોમાં કહી રહી છે કે મેકર્સ પોતે તેની પાસે આવ્યા હતા અને તેને શોમાં રાખવાનું કહ્યું હતું. ઉપરાંત આ અંગે પ્રથમ ચુકવણી બાબતે પણ ચર્ચા થઈ હતી, જેમાં દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી.

Shocking : એક્ટ્રેસ ગહના વશિષ્ઠનો એકતા કપૂર પર ગંભીર આરોપ, કહ્યું તેના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવે છે
Actress Gahna Vashisht (File Photo)
| Edited By: | Updated on: Apr 20, 2022 | 9:56 AM

અવારનવાર વિવાદોમાં રહેતી ગહના વશિષ્ઠે (Gehana Vashisht) એકતા કપૂર પર ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનેત્રીનું કહેવું છે કે એકતા કપૂરના (Ekta Kapoor) કારણે તે આત્મહત્યા કરવાનું વિચારે છે. અભિનેત્રીનું કહેવું છે કે બાલાજીએ તેના 3 મહિના બગાડ્યા છે. કંગના રનૌતના (Kangana Ranaut)શો લોકઅપના મેકર્સ સાથે શોમાં જવાની તેની સમજૂતી થઈ ગઈ હતી પરંતુ બાદમાં તેને શોમાં બોલાવવામાં આવી નહીં. જેના કારણે તેને ઘણું સહન કરવું પડ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે તે લાંબા સમયથી ખાલી બેઠી છે, તેથી આ શોએ પણ તેનો ઘણો સમય બગાડ્યો છે. આ અંગે ગહના વશિષ્ઠનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ગહના આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતી જોવા મળી રહી છે.

વીડિયોમાં શું કહ્યું ગહનાએ ?

ગહના વીડિયોમાં કહી રહી છે કે મેકર્સ પોતે તેની પાસે આવ્યા હતા અને તેને શોમાં રાખવાનું કહ્યું હતું. ઉપરાંત આ અંગે પ્રથમ ચુકવણી બાબાતે પણ ચર્ચા થઈ હતી, જેમાં દર અઠવાડિયે 1.5 લાખ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી હતી. આ પછી ગહનાને પણ એગ્રીમેન્ટ મળી ગયો. ગહના જણાવે છે કે તેની પાસે શોમાં એન્ટ્રી માટે તમામ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ અને કોલ ચેટ્સ છે.

જુઓ વીડિયો

આ વીડિયોને શેર કરતા ગહનાએ કેપ્શનમાં લખ્યું ‘હું ગહાના વશિષ્ઠ છું, આ સાડા ત્રણ મહિનામાં મારી સાથે શું થયું તે દિલથી બધું કહું છું , હું કેવા સંજોગોમાંથી પસાર થઈ તે હું જ જાણું છું. મારી મુશ્કેલીનું કારણ માત્ર અને માત્ર બાલાજી પ્રોડક્શન હાઉસ છે. તેમના કારણે જ હું આટલા લાંબા સમયથી ઘરે બેઠી છું. મને એક પણ દિવસ માટે પેમેન્ટ મળ્યું નથી.

ગહનાએ આગળ કહ્યું ‘મને તમારો સાથ જોઈએ છે. મારી પાસે દરેક પુરાવા છે જે મને સાચા સાબિત કરે છે. આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી કે કોઈ પણ પ્રકારનું ધ્યાન માંગતું નથી. આ એક કડવું સત્ય છે. મોટા પ્રોડક્શન હાઉસની આ વાસ્તવિકતા છે. તેઓ કલાકારો સાથે કેવી રીતે વર્તે છે તે સત્ય છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો  : બોલિવૂડ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના ઘરે ગુંજી કિલકારી, અભિનેત્રીએ દિકરાને જન્મ આપ્યો