Viral : સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film Industry) સાથે જોડાયેલા લોકો સતત કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ટાળવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને સલાહ આપવામાં આવી રહી છે. સાથે જ કોરોનાના વધતા જતા પ્રકોપને રોકવા માટે કોવિડ-19નો બૂસ્ટર શોટ (Booster Dose)પણ આપવામાં આવે છે. ત્યારે અભિનેતા શક્તિ કપૂરે(Shakti Kapoor) પણ કોવિડ-19નો બૂસ્ટર શોટ લીધો છે. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે.
69 વર્ષીય અભિનેતાએ તેનો બૂસ્ટર શોટ લગાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં આલિયા ભટ્ટ, શાહરૂખ ખાનની ફિલ્મ ડિયર જિંદગીની ‘લવ યુ ઝિંદગી’ સોંગ વાગી રહ્યુ છે. આ પછી અભિનેતા તેના મિત્રો સાથે ગિટારની ધૂન પર ‘ચાંદ છુપા બાદલ’ ટ્યુન કરતા જોવા મળે છે.
અભિનેતા ધર્મેન્દ્રએ( Dharmendra Deol)શક્તિ કપૂર પહેલા બૂસ્ટર શોટ લીધો હતો. આ માહિતી તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. વીડિયો શેર કરતાં 86 વર્ષીય અભિનેતાએ લખ્યું, “હું બૂસ્ટર લઈ રહ્યો છું, કંઈ થયું નથી. આ સાથે ધર્મેન્દ્રએ તેના તમામ ચાહકોને રસી લેવાની પણ અપીલ કરી હતી.
Friends, humble request 🙏 please take the booster dose. pic.twitter.com/ES0vcJtQww
— Dharmendra Deol (@aapkadharam) January 12, 2022
તમને જણાવી દઈએ કે, આ બૂસ્ટર ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને 60 વર્ષથી વધુ વયના લોકોને આપવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 2,68,833 લાખ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 402 લોકોના મોત થયા છે, જેનાથી કુલ મૃત્યુઆંક 4,85,752 પર પહોંચી ગયો છે. જ્યારે પોઝિટિવિટિ દર 14.7% થી વધીને 16.66% થયો. બીજી તરફ ઓમિક્રોનનો કહેર પણ યથાવત જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Aamir Khan પૂર્વ પત્ની કિરણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે , ધોબીઘાટ પછી ફરી એકવાર નિર્દેશનમાં વાપસી કરશે