સાઉથ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં(Bollywood Industry) પોતાની જબરદસ્ત એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરનાર એક્ટર પ્રકાશ રાજ (Actor Prakash Raj) આજે પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તેણે પડદા પર અભિનયનું નવું પરિમાણ ઊભું કર્યું છે. આજે લોકો તેને ઘર-ઘર વિલન તરીકે ઓળખે છે. તેણે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ છાપ છોડી છે. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા પ્રકાશ રાજ (Prakash Raj Birthday) માત્ર પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ દમદાર અને બેબાક વ્યક્તિત્વ ધરાવે છે. પ્રકાશ રાજના જન્મદિવસ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
પ્રકાશ રાજનો જન્મ 26 માર્ચ 1965ના રોજ બેંગ્લોરમાં થયો હતો, પ્રકાશ રાજનું સાચું નામ પ્રકાશ રાય છે, જેમને તેઓ તમિલ નિર્દેશક કે.કે. બાલાચંદરના કહેવાથી બદલો તેઓ એક્ટિંગની દુનિયામાં જોડાયા હતા. પ્રકાશ રાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મોથી નહીં પરંતુ TV શો થી કરી હતી. જોકે તેમનો પહેલો લગાવ થિયેટર સાથે હતો. પ્રકાશ રાજ શરૂઆતના તબક્કામાં શેરી નાટક પણ કરતા હતા. થિયેટરમાં કામ કરવા માટે તેને મહિને 300 રૂપિયા મળતા હતા. ત્યારબાદ તેણે 1994માં ફિલ્મ ‘Duet’થી તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું.
તમિલ અને તેલુગુ સિનેમા સિવાય પ્રકાશ રાજે બોલિવૂડમાં પણ પોતાની જગ્યા બનાવી છે. તેમને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ વિલનમાંથી એક ગણવામાં આવે છે. બોલિવૂડમાં તેણે ‘વોન્ટેડ, સિંઘમ’, ‘દબંગ-2’, ‘મુંબઈ મિરર’, ‘પોલીસગીરી’, ‘હીરોપંતી’, ‘જંજીર’ જેવી ફિલ્મો કરી છે. પોતાના નેગેટિવ રોલથી તેણે દર્શકોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. પ્રકાશ રાજને તેમના શાનદાર અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.
પ્રકાશ રાજ માત્ર તેમના કામને લઈને જ નહીં પરંતુ તેમની અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. પ્રકાશ રાજે 1994માં સાઉથ એક્ટ્રેસ લલિત કુમારી સાથે લગ્ન કર્યા હતા. જોકે બંનેના છૂટાછેડા થઈ ગયા છે. બંનેને બે દીકરીઓ અને એક દીકરો હતો પરંતુ તેમનું અવસાન થયું છે. પ્રકાશે અનેક ઈન્ટરવ્યુમાં પોતાના પુત્રના મૃત્યુ અંગે વાત કરતા જોવા મળે છે.
પ્રકાશ રાજ અનેક મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપીને વારંવાર લોકોની ટીકાનો શિકાર બની ચૂક્યા છે. સામાજિક હોય કે રાજકીય મુદ્દો, પ્રકાશ રાજ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવામાં પાછળ પડતા નથી.
આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ બોક્સ ઓફિસ પર નિષ્ફ્ળ