Exclusive: સૂરજ પંચોલી અને અભિજીત સાવંત બિગ બોસ OTT 2માં થશે સામેલ? શો ટૂંક સમયમાં શરૂ થશે

સૂરજ પંચોલી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ ઓટીટી સીઝન 2 માટે નિર્માતાઓ દ્વારા આ પ્રખ્યાત બોલીવુડ અભિનેતાનો સંપર્ક કરવામાં આવ્યો છે.

Exclusive: સૂરજ પંચોલી અને અભિજીત સાવંત બિગ બોસ OTT 2માં થશે સામેલ? શો ટૂંક સમયમાં શરૂ થશે
Image Credit source: Tv9 ભારતવર્ષ
| Edited By: | Updated on: Jun 05, 2023 | 10:54 PM

Mumbai: જિયો સિનેમા પર બિગ બોસ ઓટીટી ટૂંક સમયમાં શરૂ થશે. OTT પ્લેટફોર્મ Jio સિનેમા પર સ્ટ્રીમ થનારા આ રિયાલિટી શોને સલમાન ખાન પોતે હોસ્ટ કરવા જઈ રહ્યો છે. મેકર્સ આ શોને સફળ બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો શોમાં આવવા માટે મનોરંજન ઉદ્યોગના ઘણા મોટા ચહેરાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.

આ પણ વાચો: Salman Khan On Train Accident : ઓડિશાના બાલાસોર ટ્રેન અકસ્માતથી સલમાન ખાન દુ:ખી, વિવેક અગ્નિહોત્રીએ અકસ્માતને વિશે કહી આ વાત

Tv9ને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, બોલીવુડ અભિનેતા સૂરજ પંચોલી અને ઈન્ડિયન આઈડલ સીઝન 1 ના વિજેતા અભિજીત સાવંતનો બિગ બોસ OTT માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે, આ રિયાલિટી શોમાં બંને ભાગ લેવા માટે સંમત થયા છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

 

 

 

સૂરજ પંચોલીનો પહેલો રિયાલિટી શો

જો સૂરજ પંચોલી આ શો માટે હા કહે છે તો બિગ બોસ તેની કારકિર્દીનો પહેલો રિયાલિટી શો બની શકે છે. અભિજીત સાવંતની વાત કરીએ તો આ પહેલા પણ ઈન્ડિયન આઈડલના વિજેતા ઘણા રિયાલિટી શોમાં ભાગ લઈ ચૂક્યો છે. વર્ષ 2008માં અભિજીત અને તેની પત્ની શિલ્પા નચ બલિયે સિઝન 4માં જોવા મળ્યા હતા.

 

 

 

કરણ જોહરે પ્રથમ સિઝન હોસ્ટ કરી હતી

બિગ બોસ ઓટીટીની સીઝન 1 પ્રખ્યાત નિર્દેશક કરણ જોહરે હોસ્ટ કરી હતી. હવે આ શો દોઢ વર્ષની રાહ જોયા બાદ OTT પર કમબેક કરી રહ્યો છે. દિવ્યા અગ્રવાલ બિગ બોસ ઓટીટીની સીઝન 1ની વિજેતા બની હતી.

 

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો