અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bacchan) તેની આગામી રિલીઝ દસવી (Dasvi) માટે શાનદાર તૈયારી કરી રહ્યો છે. અભિનેતા એક તદ્દન નવા પાત્રને મોટા પડદા પર લાવવા માટે ઉત્સાહિત છે. અભિષેક દસવી ફિલ્મમાં નિમ્રત કૌર અને યામી ગૌતમ સાથે જોવા મળશે. અભિષેકને ફરીથી સિલ્વર સ્ક્રીન (Silver Screen) પર જોવા માટે દેશભરના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. અભિષેક તેના પરિવાર સાથે ખૂબ જ ખાસ બોન્ડ શેર કરે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે તેના પિતા અને દાદા-દાદી પાસેથી શીખેલી બાબતો વિશે રસપ્રદ ખુલાસા કર્યા છે.
બોલિવૂડ હંગામા સાથેની મુલાકાતમાં, જ્યારે અભિષેકને તેના દાદા હરિવંશરાય બચ્ચન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખૂબ જ સન્માન સાથે જવાબ આપ્યો હતો. અભિષેકના દાદાએ અંગ્રેજી સાહિત્યમાં પીએચડી કર્યું હતું, અને અલ્હાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેઓ હિન્દી કવિતામાં તેમના અનુકરણીય કાર્ય માટે જાણીતા હતા.
અભિષેકે કહ્યું કે, ‘તે પેઢીના લોકો કોઈ અલગ જ માટીમાંથી બન્યા હતા.’ તેણે કહ્યું કે, ”મારા દાદા એ વિશ્વભરના કવિઓમાં અત્યંત પ્રબુદ્ધ ગણાય છે અને, મને લાગે છે કે આવા લોકોની આસપાસ રહીને અને તેમની પાસેથી શીખવા માટે હું ધન્ય છું, અને હું ખૂબ જ નસીબદાર હતો કે મારા ચારેય ગ્રાન્ડ પેરેન્ટ્સ મારી આસપાસ હતા અને મને તેમના શાણપણ અને તેમના પ્રેમનો ખૂબ જ લાંબા સમય સુધી આનંદ માણવા મળ્યો હતો.”
અભિષેકે આગળ ઉમેર્યું હતું કે, તેને તેના પરિવારની બંને બાજુથી લેખનનો સ્વભાવ અને જુસ્સો વારસામાં મળ્યો છે. અભિષેકના નાના એક જાણીતા પત્રકાર હતા. અને જ્યારે તેની દાદી એક ગૃહિણી હતી. બચ્ચન પરિવાર પહેલેથી જ દિલ્હીના થિયેટર સર્કિટ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલો હતો.
અભિષેકે આગળ કહ્યું કે, તે માને છે કે તેના પિતાનો અભિનય પ્રત્યેનો પ્રેમ તેને તેની દાદી પાસેથી વારસામાં મળ્યો હતો. આ માટે અભિષેક બચ્ચન તેના પરિવાર પ્રત્યે હંમેશા ઋણી રહેશે.
આ પણ વાંચો – શિલ્પા શેટ્ટી ફરી એકવાર આવી ટ્રોલ્સના નિશાના પર, જુઓ વાયરલ વીડિયો
આ પણ વાંચો -સારા અલી ખાનના ‘ચકા ચક’ ગીત પર આ નાનકડી છોકરીનો ડાન્સ થયો વાયરલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો