The Kashmir Files પર આવી આમિર ખાનની પ્રતિક્રિયા, કહ્યું- દરેક ભારતીયને આવી ફિલ્મ જોવી જોઈએ

'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે આ ફિલ્મ વિશે આમિર ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે.

The Kashmir Files પર આવી આમિર ખાનની પ્રતિક્રિયા, કહ્યું- દરેક ભારતીયને આવી ફિલ્મ જોવી જોઈએ
Aamir Khan Says Every Indian Should Watch The Kashmir Files
Image Credit source: instagram photo
| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:19 PM

The Kashmir Files : વિવેક અગ્નિહોત્રી(Vivek Agnihotri) ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files)નો આ દિવસોમાં દબદબો છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલું જ નહીં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે અને રસપ્રદ વાત એ છે કે સામાન્ય લોકો જાતે જ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. હવે આ ફિલ્મને લઈને આમિર ખાન (Aamir Khan)ની પ્રતિક્રિયા સામે આવી છે.

તેણે કહ્યું છે કે આ ફિલ્મ દરેક હિન્દુસ્તાનીએ જોવી જોઈએ. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તે પોતે પણ હવે આ ફિલ્મ જોવા માંગે છે. તાજેતરમાં, એક ઇવેન્ટ દરમિયાન, આમિરે ફિલ્મ વિશે કહ્યું, ‘કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે જે બન્યું તે ચોક્કસપણે ખૂબ જ દુઃખની વાત છે. આવી જ એક ફિલ્મ જે તે વિષય પર બની છે, તે દરેક હિન્દુસ્તાનીએ જોવી જોઈએ અને દરેક હિન્દુસ્તાનીએ યાદ રાખવું જોઈએ.

આમિરે વધુમાં કહ્યું કે તે એ જોઈને ખુશ છે કે ફિલ્મ સફળ થઈ છે અને લોકો ફિલ્મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. આમિરે એમ પણ કહ્યું કે તેણે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ તે જલ્દી જોવા માંગે છે.તમને જણાવી દઈએ કે આમિર પહેલા વરુણ ધવ(Varun Dhawan)ને પણ ફિલ્મના વખાણ કર્યા હતા.

મૂવી બોક્સ ઓફિસ કલેક્શન

કાશ્મીર ફાઇલ્સે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 168 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઘણા રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની કમાણી પર કોઈ અસર કરી નથી અને ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે.

આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર જેવા કલાકારો છે. 11 માર્ચે રિલીઝ થયેલી કાશ્મીર ફાઇલ્સ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરતની દર્દનાક વાર્તા પર આધારિત છે.

 

 

આ પણ વાંચો : સલમાન ખાનને મળી રાહત, કાળિયાર શિકાર સાથે જોડાયેલા કેસની સુનાવણી હવે હાઈકોર્ટમાં થશે