10 જુલાઇના રોજ, શાહરૂખ ખાને તેની આગામી ફિલ્મ પઠાણનો પ્રીવ્યુ વીડીયો રીલીઝ કર્યો હતો અને ફિલ્મ માટે ચાહકોનીના ધબકારા વધાર્યા છે. હવે આ જવાનની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જવાન (Jawan)ના પ્રિવ્યૂમાં કિંગ ખાન ઘણા અલગ-અલગ લુકમાં જોવા મળ્યો હતો. જો કે તેનો બાલ્ડ લુક સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. ચાહકોને તેનો બાલ્ડ લુક ખૂબ જ પસંદ છે.
જ્યારે પ્રિવ્યૂમાં શાહરૂખ બાલ્ડ લુકમાં જોવા મળ્યો હતો, ત્યારે તેના ડાબા કાન પર એક ટેટૂ પણ બનાવવામાં આવ્યું હતું. જોકે ટેટૂમાં શું લખ્યું છે તે સ્પષ્ટપણે જાણી શકાયું ન હતું. પણ હવે ખબર પડી છે. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને ટ્વિટર પર શાહરૂખ ખાનનો એક ફોટો શેર કર્યો છે.જેમાં ટેટૂ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
The tattoo on #ShahRukhKhan‘s head from #JawanPrevue is “माँ जगत जननी ” = Mother of the world.#Jawan pic.twitter.com/FOBUlxOwOl
— Manobala Vijayabalan (@ManobalaV) July 13, 2023
(Twitter Manobala Vijayabalan)
આ પણ વાંચો :Shah Rukh Khanની ફિલ્મ ‘જવાન’માં કિયારા અડવાણીની ધમાકેદાર એન્ટ્રી, જાણો કયા રોલમાં જોવા મળશે
જે ફોટો સામે આવ્યો છે તેમાં શાહરૂખના ટેટૂમાં શું લખેલું છે તે જોવા મળે છે, ‘મા જગત જનની’ એટલે આખી દુનિયાની માતા. પ્રિવ્યૂ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે, શાહરૂખના ટેટૂનું ફિલ્મની સ્ટોરી સાથે કોઈ ખાસ કનેક્શન હોઈ શકે છે. હવે એ કનેક્શન શું હશે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
પ્રિવ્યૂ વીડિયોમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ જોવા મળી હતી. તેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મમાં શાહરૂખ ખાનના પાત્રની માતાના રોલમાં જોવા મળી શકે છે. હવે શાહરૂખના ટેટૂમાં માતા શબ્દ લખવામાં આવ્યો છે. જો આવી સ્થિતિમાં દીપિકા તેની માતાના રોલમાં જોવા મળે છે તો ટેટૂનું કનેક્શન દીપિકા સાથે થઈ શકે છે.
જો કે જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પહેલા આ ફિલ્મ 2 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ પછી મેકર્સે તારીખ બદલી નાખી. આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથ સિનેમાના પ્રખ્યાત નિર્દેશક એટલી દ્વારા કરવામાં આવ્યું છે. શાહરૂખ સિવાય, દીપિકા, નયનતારા અને વિજય સેતુપતિ પણ ફિલ્મમાં છે.