સંગીતની દુનિયામાં સૌથી લોકપ્રિય એવોર્ડ ‘ગ્રેમી એવોર્ડ્સ'(Grammy Awards) છે. આ ઈવેન્ટમાં જે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં ભારતીય મૂળના બે લોકોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક ભારતીય અમેરિકન સિંગર ફાલ્ગુની શાહ છે. આવી સ્થિતિમાં દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. વિજેતા જાહેર થયા બાદ હવે PM મોદીએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ કરીને ગાયિકા ફાલ્ગુની શાહને (Indian American Singer Falguni Shah) અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)કહ્યું કે, તેણે પોતાની કળાથી દેશનું નામ રોશન કર્યું છે .
ગ્રેમી એવોર્ડ ફંક્શનના સમાપન બાદ પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પીએમ મોદીએ ભારતીય મૂળની ભારતીય અમેરિકન ગાયિકા ફાલ્ગુનીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમની પોસ્ટમાં કહ્યું- ‘મુબારક ફાલ્ગુની શાહ…. તમને શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને તમારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Congratulations to Falguni Shah on winning the award for the Best Children’s Music Album at the Grammys. Wishing her the very best for her future endeavours. @FaluMusic
— Narendra Modi (@narendramodi) April 5, 2022
ભારતીય-અમેરિકન સિંગર ફાલ્ગુની શાહે સોશિયલ મીડિયા(Social Media) પર તેના ચાહકો સાથે એવોર્ડ પ્રાપ્ત કરવા પર ખુશી વ્યક્ત કરી હતી.તમને જણાવી દઈએ કે,સિંગર ફાલ્ગુનીએ શ્રેષ્ઠ ચિલ્ડ્રન્સ મ્યુઝિક આલ્બમ કેટેગરી માટે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. આ સમાચાર શેર કરતા સિંગરે ઈન્સ્ટા પર પોસ્ટ કર્યું અને લખ્યું-‘આજે મારી પાસે શબ્દો નથી, શું જાદુ હતો…. શરૂઆતમાં ગ્રેમી પ્રીમિયરમાં પરફોર્મ કરવાની તક મળી તે સન્માનની વાત છે અને તે પછી ખૂબ જ પ્રતિભાશાળી અને ખાસ લોકો સાથે કામ કરવા બદલ આ એવોર્ડ ઘરે લઈ જવો એ પણ સન્માનની વાત છે. આ માટે હું રેકોર્ડિંગ એકેડમીનો હૃદયપૂર્વક આભાર માનુ છુ.
ભારતીય અમેરિકન સિંગર ફાલ્ગુની શાહ ઉપરાંત સંગીતકાર રિકી કેજને પણ ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંગીતકાર રિકી કેજને આ બીજો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. રિકીને 64મા ગ્રેમી એવોર્ડ્સમાં બેસ્ટ ન્યૂ એજ આલ્બમ કેટેગરીમાં ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે એવોર્ડ મળ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-