5G Lawsuit : દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત, પેનલ્ટી 20 લાખથી ઘટાડીને 2 લાખ કરાઈ

|

Jan 27, 2022 | 3:52 PM

અભિનેત્રી જુહી ચાવલા(Juhi Chawla) પર લગાવવામાં આવેલ 20 લાખ રૂપિયાનો દંડ ઘટાડીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સિંગલ બેંચના આદેશને પડકારવામાં આવ્યો હતો.

5G Lawsuit : દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત, પેનલ્ટી 20 લાખથી ઘટાડીને 2 લાખ કરાઈ
દિલ્હી હાઈકોર્ટની જુહી ચાવલાને રાહત

Follow us on

5G Lawsuit : 5G ટેક્નોલોજીના મામલામાં અભિનેત્રી જુહી ચાવલા (Juhi Chawla) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકોર્ટ(Delhi High Court)ની ડિવિઝન બેંચનો નિર્ણય સામે આવ્યો છે. અભિનેત્રી જુહી ચાવલા પર લગાવવામાં આવેલ 20 લાખ રૂપિયાનો દંડ ઘટાડીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટ જુહી ચાવલા અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં સિંગલ બેન્ચના આદેશને પડકારવામાં આવ્યો હતો. જે બાદ 5G ટેક્નોલોજી (5G technology)ના રોલ આઉટ સામેની તેમની અરજીને ફગાવીને તેના પર 20 લાખ રૂપિયાનો દંડ (Fine) ફટકારવામાં આવ્યો હતો. આ અપીલ પર સુનાવણી કરતા જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે કહ્યું હતું કે, જૂહી ચાવલાના પદનો ઉપયોગ “સમાજની ભલાઈ” માટે થઈ શકે છે.

આ કેસમાં જુહી ચાવલા સહિત બે અન્ય લોકોને રાહત

જણાવી દઈએ કે, મંગળવારે દિલ્હી હાઈકોર્ટે 5G રોલ આઉટ કેસમાં અભિનેત્રી જૂહી ચાવલા વિરુદ્ધ દિલ્હી રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણની અરજી પર સુનાવણી કરી. આ કેસમાં જૂહી સિવાય બે વધુ લોકો પર 20 લાખ રૂપિયાનો દંડ ઘટાડીને 2 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોર્ટે એવી શરત પણ મૂકી હતી કે, સેલિબ્રિટી હોવાને કારણે તે સમાજના ભલા માટે કંઈક કામ કરશે.

પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

જુહી ચાવલાના વકીલ સલમાન ખુર્શીદ

આવી સ્થિતિમાં જૂહી ચાવલાના વકીલ સલમાન ખુર્શીદે તેમના નિર્દેશ પર કોર્ટના સૂચનને સ્વીકાર્યું છે, ખુર્શીદે કહ્યું કે, જો ખર્ચની રકમ માફ કરી શકાય છે, તો તેઓ કારણને આગળ ધપાવવા માટે જઈ શકે છે.આ પછી બેન્ચે વકીલને પ્રસ્તાવ મૂક્યો કે colt amount ઘટાડી શકાય. પરંતુ આ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી હતી. શરતમાં કહેવામાં આવ્યું હતું કે જુહીનેpublic related helpનું કામ કરવું પડશે.

5G રોલ આઉટ કેસમાં, જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેંચે દિલ્હી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (DSLSA)ના સચિવને નોટિસ જાહેર કરીને અપીલ પર જવાબ માંગ્યો હતો અને સુનાવણી આજે એટલે કે 27 જાન્યુઆરી માટે અનામત રાખવામાં આવી હતી.

 

આ પણ વાંચોઃ

RRB-NTPC પરિણામના વિરોધના નામે તોડફોડ અને આગ લગાડનારા સામે પોલીસ કાર્યવાહી શરૂ, ભોજપુરમાં 700, નવાદામાં 500 વિરુદ્ધ FIR

આ પણ વાંચોઃ

Asaduddin Owaisi at Satta Sammelan : ઓવૈસીના અખિલેશ પર વાકપ્રહાર, કહ્યુ ‘અમે બાય બર્થ અને બાય ચોઈસ ભારતીય છીએ, ભારતની ચૂંટણીમાં પાકિસ્તાન અને જિન્નાહ શા માટે’

Next Article