Uttarakhand Assembly Elections 2022: PM મોદી ઉત્તરાખંડની મુલાકાતે, 17,500 કરોડથી વધુના 23 પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ

|

Dec 30, 2021 | 10:17 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડને 17547 કરોડની ભેટ આપવાના છે. જેમાં 14127 કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને 3420 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

Uttarakhand Assembly Elections 2022: PM મોદી ઉત્તરાખંડની મુલાકાતે, 17,500 કરોડથી વધુના 23 પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
PM Narendra Modi (File Image)

Follow us on

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Uttarakhand Assembly Elections) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Pm modi) આજે હલ્દવાનીમાં એક મોટી રેલી કરવાના છે. પીએમ મોદી આજે બપોરે 1 વાગ્યે એમબી ઈન્ટર કોલેજ ગ્રાઉન્ડ હલ્દવાનીમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધશે. માહિતી અનુસાર, આ દરમિયાન તેઓ કુમાઉ માટે 17,500 કરોડથી વધુની કિંમતની 23 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. હાલમાં પીએમ મોદીની રેલી માટે પ્રશાસન અને પાર્ટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

આ દરમિયાન તેઓ ઉત્તરાખંડને 17547 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે. જેમાં પીએમ મોદી 14127 કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે અને 3420 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) સેટેલાઈટ સેન્ટર, પિથોરાગઢ મેડિકલ કોલેજ અને 300 MW UJVNLના લખવાર બહુહેતુક પ્રોજેક્ટ અને ઉધમ સિંહ નગર ખાતે ખોલવામાં આવનાર અન્ય વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે UJVN પાંચ મેગાવોટ સુરીંગડ પ્રોજેક્ટ, અલવેદર રોડ, નગીનાથી કાશીપુર સુધીનો તૈયાર રોડ જેવા મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન લગભગ રૂ. 5,750 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર લખવાર બહુહેતુક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટની કલ્પના સૌપ્રથમ 1976માં કરવામાં આવી હતી અને ઘણા વર્ષોથી પેન્ડિંગ પડી હતી. લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપવાનું વડાપ્રધાનનું વિઝન પ્રોજેક્ટના શિલાન્યાસ પાછળનું બળ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાષ્ટ્રીય મહત્વનો આ પ્રોજેક્ટ આશરે 34,000 હેક્ટર વધારાની જમીનની સિંચાઈને સક્ષમ બનાવશે, 300 મેગાવોટ હાઇડ્રો પાવરનું ઉત્પાદન કરશે અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના છ રાજ્યોને પીવાનું પાણી પૂરું પાડશે.

દેશના દૂર-દૂરના સ્થળોએ કનેક્ટિવિટી સુધારવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ લગભગ રૂ. 8700 કરોડના મૂલ્યના બહુવિધ રોડ સેક્ટર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે.

એસએસપી નૈનીતાલે અગાઉ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે યોજાનારી રેલી માટે પોલીસ દળ આપવા વિનંતી કરી હતી.

ડીઆઈજી કુમાઉ ઓફિસથી મળેલી માહિતી અનુસાર, ગુરુવારે પીએમ મોદીની રેલી દરમિયાન 10 સીઓ, 25 ઈન્સ્પેક્ટર, 150 એસઆઈ, 25 મહિલા એસઆઈ, 35 હેડ કોન્સ્ટેબલ, 400 કોન્સ્ટેબલ, 30 મહિલા કોન્સ્ટેબલ, 75 ટ્રાફિક પોલીસ એસઆઈ અને કોન્સ્ટેબલ તૈનાત રહેશે. આ સાથે 13 વરિષ્ઠ પોલીસ અધિક્ષક, 10 અધિક પોલીસ અધિક્ષક, 30 નાયબ પોલીસ અધિક્ષક અને પીએસીની 6 કંપનીઓ અને 2 પ્લાટુન તેમની સુરક્ષામાં તૈનાત રહેશે.

બીજી તરફ પીએમ મોદીની આજની રેલીને લઈને ડીઆઈજી કુમાઉ ડૉ. નિલેશ આનંદ ભરણેએ કહ્યું કે, સાદા કપડામાં પોલીસકર્મીઓ પણ રેલીના સ્થળે તૈનાત રહેશે. આ માટે તેમણે એસએસપીને સૂચના આપી છે. VVIP પ્રવાસ દરમિયાન, નૈનીતાલ જિલ્લામાંથી જ ગાર્ડમાં તૈનાત કરવા માટે સશસ્ત્ર પોલીસ દળોની નિમણૂક કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : Happy Birthday esther victoria abraham : પહેલી મિસ ઈન્ડિયા હતી એસ્થર વિક્ટોરિયા અબ્રાહમ, એક્ટિંગ ઉપરાંત પ્રોડ્યુસર તરીકે પણ બનાવ્યું નામ

આ પણ વાંચો : 83 FLOP : ફિલ્મ 83 બોક્સ ઓફિસ પર ફ્લોપ જતા રણવીર સિંહની ફીને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર

Published On - 9:55 am, Thu, 30 December 21

Next Article