વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) હલ્દવાનીમાં (Haldwani) 17,500 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. 23 પ્રોજેક્ટ્સમાંથી રૂ. 14,100 કરોડથી વધુની કિંમતની 17 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સિંચાઈ, રસ્તા, આવાસ, આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગો, સ્વચ્છતા, પીવાના પાણીના પુરવઠાને લગતી યોજનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક રોડ પહોળા કરવાના પ્રોજેક્ટ, પિથોરાગઢમાં એક હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (Hydroelectric project)અને નૈનીતાલમાં સીવરેજ નેટવર્કને સુધારવાના પ્રોજેક્ટ સહિત છ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે આજે અહીં 17,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રોજેક્ટને કારણે કુમાઉના તમામ લોકોને સારી કનેક્ટિવિટી અને સારી સુવિધાઓ મળશે. આજે કુમાઉ આવવાનું સૌભાગ્ય મળ્યું તો ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ. હું આ ઉત્તરાખંડની ટોપી પહેરીને ગર્વ અનુભવું છું. જે તમે ખૂબ જ આત્મીયતાથી પહેરી રહ્યાં છો.
ઉત્તરાખંડમાં વધતી જતી ઔદ્યોગિક ક્ષમતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે હલ્દવાની શહેરના એકંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અમે લગભગ 2,000 કરોડ રૂપિયાની યોજના લઈને આવી રહ્યા છીએ. હવે હલ્દવાણીમાં દરેક જગ્યાએ પાણી, ગટર, રસ્તા, પાર્કિંગ, સ્ટ્રીટ લાઇટમાં અભૂતપૂર્વ સુધારો થશે. આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવવા માટે અમે આવા અનેક વિકાસ કાર્યો ઝડપી ગતિએ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ઉત્તરાખંડમાં વિકસી રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, ઉત્તરાખંડમાં ઔદ્યોગિક ક્ષમતામાં વધારાથી આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવાશે.
એક પ્રવાહે પર્વતને વિકાસથી દૂર રાખ્યો
પીએમ મોદીએ કહ્યું કે ઉત્તરાખંડમાંથી કેટલી નદીઓ નીકળે છે. આઝાદી બાદથી અહીંના લોકોએ વધુ બે પ્રવાહો જોયા છે. એક પ્રવાહ છે – પર્વતને વિકાસથી દૂર રાખવા માટે. બીજો પ્રવાહ પર્વતના વિકાસ માટે દિવસ-રાત એક કરવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે દેશને ઝડપી ગતિએ નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વ્યસ્ત છે. આજે ઉધમ સિંહ નગર જિલ્લામાં AIIMS ઋષિકેશના સેટેલાઇટ સેન્ટર અને પિથોરાગઢમાં જગજીવન રામ સરકારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે મારો 7 વર્ષનો રેકોર્ડ જુઓ. જુની વસ્તુઓ શોધી શોધીને તેને સુધારવામાં જ મારો સાત વર્ષનો સમય વિત્યો છે. હવે હું વસ્તુઓ બરાબર કરી રહ્યો છું, તમે પણ તેમને ઠીક કરજો. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે નૈનીતાલના દેવસ્થલમાં ભારતનું સૌથી મોટું ઓપ્ટિકલ ટેલિસ્કોપ પણ સ્થાપિત કર્યું છે. આનાથી દેશ-વિદેશના વૈજ્ઞાનિકોને નવી સુવિધા તો મળી જ છે, આ વિસ્તારને નવી ઓળખ મળી છે.
આ પણ વાંચોઃ