ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી (Uttarakhand Assembly Election) માટે આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, યાદીમાં 24 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. યાદી અનુસાર કર્નલ અજય કોઠીયાલ ગંગોત્રી વિધાનસભાથી ચૂંટણી લડશે. જ્યારે ઘણસાલીથી વિજય શાહ, વિકાસનગરથી પ્રવીણ બંસલ, રાજપુર રોડથી ડિમ્પલ સિંહ, ઋષિકેશથી ડો. રાજે નેગી, BMSEL રાણીપુરથી પ્રશાંત રાય, ભગવાનપુરથી પ્રેમ સિંહ, પીરાન કાલીયારથી શાદાબ આલમ, મગલૌરથી નવનીત રાઠી, હરિદ્વાર ગ્રામીણમાંથી નરેશ શર્મા, પૌરીથી મનોહર લાલ પહાડિયા, ચૌબટ્ટાખાલથી દિગ્મોહન નેગીને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
આ સાથે કપકોટથી ભૂપેશ ઉપાધ્યાય, બાગેશ્વરથી બસંત કુમાર, સોલ્ટથી સુરેશ ચંદ્ર બિષ્ટ, સોમેશ્વરથી ડૉક્ટર હરીશ આર્ય, અલ્મોડાથી અમિત જોશી, લોહાઘાટથી રાજેશ બિષ્ટ, ચંપાવતથી મદન મહેર, હલ્દવાનીથી સમિત ટિક્કુ, રામનગરથી શિશુપાલ સિંહ રાવત, જાસપુરથી ડો. યુનુસ ચૌધરી, કાશીપુરથી દીપક બાલી, સિતારગંજથી અજય જયસ્વાલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejariwal) તેમના ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન જાહેરાત કરી હતી કે પૂર્વ કર્નલ અજય કોઠીયાલ ઉત્તરાખંડમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે મનીષ સિસોદિયાએ મુખ્યમંત્રીના ચહેરા માટે રાજ્યમાં સર્વે કરાવ્યો હતો. જે બાદ કોઠીયાલના નામને સૌથી વધુ પ્રતિસાદ મળ્યો.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ઉત્તરાખંડ દુર્ઘટના બાદ કેદારનાથના પુનઃનિર્માણનું કામ અજય કોઠિયાલની ટીમે કર્યું હતું. હવે ઉત્તરાખંડ નવનિર્મિત થશે. કેજરીવાલે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાંથી લોકો હિંદુ દેવી-દેવતાઓના દર્શન કરવા રાજ્યમાં પહોંચે છે. હવે AAP સરકાર રાજ્યને સમગ્ર વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવવા માટે કામ કરશે.
AAP નેતા અરવિંદ કેજીરીવાલે કહ્યું હતું કે લોકો પ્રેમથી કોઠિયાલને ભોળાનાથના સૈનિક કહે છે. કેજરીવાલે બે મોટી જાહેરાત કરી હતી કે પૂર્વ કર્નલ અજય કોથરિયાલ AAPના સીએમ ઉમેદવાર હશે. તેમણે કહ્યું કે રાજ્યની જનતાને એવા નેતાની જરૂર છે જે પોતાનું ઘર ભરવાને બદલે રાજ્યના વિકાસ વિશે વિચારે અને માતા ભારતીની સેવા કરે. આ સાથે તેમણે બીજી મોટી જાહેરાત કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી રાજ્યને આધ્યાત્મિકતાની રાજધાની બનાવશે.
આ પણ વાંચો : Weather Forecast: આ રાજ્યોમાં 11 જાન્યુઆરી સુધી પડશે મુશળધાર વરસાદ, IMDએ પણ ગાઢ ધુમ્મસની કરી આગાહી