Assembly Election 2022: ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું ‘Bulldozer Is Back’, યુઝર્સે કર્યા હજારો ટ્વિટ્સ

ટ્રેન્ડમાં ભાજપની બહુમતી હોવાના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર બુલડોઝર ઈઝ બેક (Bulldozer Is Back) ટ્રેન્ડ થવા લાગ્યું છે. યુઝર્સ સતત બુલડોઝરની તસવીરો સાથે ટ્વિટ કરી રહ્યા છે.

Assembly Election 2022: ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું Bulldozer Is Back, યુઝર્સે કર્યા હજારો ટ્વિટ્સ
UP Assembly Election 2022
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Mar 10, 2022 | 2:28 PM

ઉત્તર પ્રદેશની 18મી વિધાનસભા(UP Assembly Election)ની ચૂંટણી  માટે મતગણતરી ચાલી રહી છે. યુપીમાં ભાજપ 265 સીટો પર આગળ છે, જ્યારે સપાને 118 સીટો પર લીડ મળી છે. સીએમ યોગીએ પણ ગોરખપુર સીટી પરથી સારી લીડ બનાવી છે, જોકે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પાછળ ચાલી રહ્યા છે. ટ્રેન્ડમાં ભાજપની બહુમતી હોવાના સમાચાર આવતા જ સોશિયલ મીડિયા પર બુલડોઝર ઈઝ બેક (Bulldozer Is Back) ટ્રેન્ડ થવા લાગ્યું છે. યુઝર્સ સતત બુલડોઝરની તસવીરો સાથે ટ્વિટ કરી રહ્યાં છે.

ટ્વિટર આજે નંબર વન પર #ElectionResults ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે #YogiAdityanath નંબર બે પર છે. યોગી આદિત્યનાથને લઈને 15.5 હજારથી વધુ ટ્વીટ થઈ ચૂકી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી Bulldozer Is Back 12માં નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગ સાથે 2,371 ટ્વિટ કરવામાં આવી છે. આ સિવાય ભગવંત માન, કેજરીવાલ, આમ આદમી પાર્ટી પણ આજના ટોપ ટ્રેન્ડમાં સામેલ છે.

આ પણ વાંચો: Yogi Adityanath Education: રાજનીતિ પહેલા ગણિતમાં હતી યોગી આદિત્યનાથની રૂચી, જાણો કેવું રહ્યું તેમનું વિદ્યાર્થી જીવન

આ પણ વાંચો: Akhilesh Yadav Education: એન્જિનિયરિંગ બાદ અખિલેશે રાજકારણમાં કર્યો પ્રવેશ, જાણો કેવી રહી સિડનીથી રાજકારણ સુધીની સફર