ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh assembly election ) માટે પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા આજે(15 જાન્યુઆરી, શનિવાર) જાહેર કરવામાં આવેલી યાદીમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નામ પણ સામેલ છે. પાર્ટીએ ગોરખપુર સીટ પરથી સીએમ યોગીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને પ્રયાગરાજની સિરાથુ સીટથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, અગાઉ એવી ચર્ચા હતી કે પાર્ટી સીએમ યોગીને અયોધ્યામાંથી ઉતારી શકે છે. બીજી તરફ આજે પ્રથમ તબક્કામાં ભાજપે 57 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.
રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. આજે આ યાદીમાં 57 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સૌથી મોટું નામ રાજ્યના સીએમ યોગી આદિત્યનાથનું છે. જે પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડશે. બીજી તરફ દિલ્હીમાં આજે રાજ્યના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન અને પાર્ટીના મહાસચિવ અરુણ સિંહે ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી.
ભાજપે પહેલા તબક્કાની 58 સીટોમાંથી 57 સીટો જ્યારે બીજા તબક્કાની 55 સીટોમાંથી 48 સીટોની જાહેરાત કરી છે. બીજી તરફ ભાજપે પોતાની પ્રથમ યાદીમાં કલ્યાણ સિંહના પૌત્ર સંદીપ સિંહને પણ ટિકિટ આપી છે. આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જો કે અગાઉ ચર્ચા હતી કે યોગી આદિત્યનાથ અયોધ્યા સીટ પરથી ચૂંટણી લડશે. પરંતુ પાર્ટીએ તેમને ગોરખપુર શહેરથી ટિકિટ આપી છે. વાસ્તવમાં અયોધ્યા દ્વારા પાર્ટી સમગ્ર રાજ્યને સંદેશ આપવા માંગતી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે જો સીએમ યોગી અયોધ્યાથી ચૂંટણી લડે છે તો તેઓ આસપાસની 60 સીટો પર પ્રભાવ પાડી શકે છે. જો કે, એવું પહેલાથી જ માનવામાં આવતું હતું કે કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુ બેઠક પરથી ચૂંટણી લડશે અને તાજેતરમાં જ તેમના નજીકના ગણાતા નેતાને સિરાથુ બેઠકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ સાથે આગ્રા ગ્રામીણમાંથી બેબી રાની મૌર્યને મેદાનમાં ઉતારવામાં આવી છે. હકીકતમાં, યુપી ચૂંટણી પહેલા પાર્ટીએ તેમને ઉત્તરાખંડના રાજ્યપાલ પદ પરથી હટાવીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તે જ સમયે, હવે પાર્ટીએ તેમને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.
આ પણ વાંચો: WhatsApp પર દરેક મેસેજ માટે કરી શકાશે Like અને ઈમોજી રિએક્ટ, આવી રહ્યું છે જબરદસ્ત ફિચર