UP Election 2022: ભાજપમાં રાજીનામાનો દોર યથાવત , શિકોહાબાદના આ ઘારાસભ્યએ પાર્ટીમાંથી આપ્યુ રાજીનામુ

|

Jan 13, 2022 | 12:32 PM

ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને વધુ એક ઝટકો લાગ્યો છે. શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં 7 ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે.

UP Election 2022: ભાજપમાં રાજીનામાનો દોર યથાવત , શિકોહાબાદના આ ઘારાસભ્યએ પાર્ટીમાંથી આપ્યુ રાજીનામુ
BJP MLA Mukesh Verma (File Photo)

Follow us on

UP Election 2022:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) 2022 પહેલા ભાજપની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. એક બાદ એક ધારાસભ્ય પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યા છે, ત્યારે મળતી માહિતી મુજબ શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ(MLA Mukesh Verma)  પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 3 દિવસમાં 7 ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. મુકેશ વર્માએ પોતાના રાજીનામામાં પાર્ટી પર દલિતો, પછાત અને લઘુમતીઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.

એક બાદ એક નેતાઓ ભાજપમાંથી છેડો ફાડી રહ્યા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર શિકોહાબાદના બીજેપી ધારાસભ્ય મુકેશ વર્માએ પોતાના રાજીનામામા લખ્યું છે કે, ભાજપ સરકાર દ્વારા દલિત, પછાત અને લઘુમતી સમુદાયના નેતાઓ પર ધ્યાન આપવામાં આવતુ નથી. સરકારમાં ખેડૂતો, બેરોજગારો અને નાના વેપારીઓની ઉપેક્ષા કરવામાં આવી છે. વર્માએ વધુમાં કહ્યુ કે, સ્વામી પ્રસાદ મૌર્ય તેમના નેતા છે. હાલ એક બાદ એક નેતાઓ ભાજપમાંથી છેડો ફાડી રહ્યા છે.

BJP MLA Mukesh Verma give resign

ભાજપને ચૂંટણી પહેલા ઝટકો !

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપને છેલ્લા બે દિવસમાં એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. બુધવારે OBC નેતા દારા સિંહ ચૌહાણે યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં રાજીનામું આપનારા દારા સિંહ પાર્ટીના છઠ્ઠા નેતા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે આ દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક સપા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાએ પાર્ટીમાંથી રાજીનામું આપીને રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા છે.મંગળવારે મૌર્ય બાદ બીજેપીના તિંદવારીના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ, તિલ્હારના ધારાસભ્ય રોશન લાલ વર્મા અને બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગરે પણ પાર્ટીમાંથી છેડો ફાડી નાખ્યો હતો.ત્યારે હાલ ચૂંટણી પહેલા ભાજપ પાર્ટીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : અમિત શાહે UPમાં સીટોની વહેંચણી પર અપના દળ-નિષાદ પાર્ટીના નેતાઓ સાથે કરી ચર્ચા, આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે

Next Article