Uttar Pradesh Election: સમાજવાદી પાર્ટી-આરએલડી ગઠબંધનના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર લાગી મહોર

|

Jan 13, 2022 | 8:50 PM

સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પાર્ટીએ લખ્યું- સમાજવાદી પાર્ટી-રાષ્ટ્રીય લોકદળ ગઠબંધન, ઉત્તર પ્રદેશમાં પરિવર્તન લાવશે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની પ્રથમ યાદી. 29 ઉમેદવારોની યાદીમાં સમાજવાદી પાર્ટીના 10 ઉમેદવારો છે.

Uttar Pradesh Election: સમાજવાદી પાર્ટી-આરએલડી ગઠબંધનના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, 29 ઉમેદવારોના નામ પર લાગી મહોર
Chaudhary Jayant Singh (Rashtriya Lok Dal) - Akhilesh Yadav (Samajwadi Party) - File Photo

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (Uttar Pradesh Assembly Election) માટે સમાજવાદી પાર્ટી-રાષ્ટ્રીય લોકદળ એલાયન્સે (Samajwadi Party- RLD Alliance) 29 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પાર્ટીએ લખ્યું- સમાજવાદી પાર્ટી-રાષ્ટ્રીય લોકદળ ગઠબંધન, ઉત્તર પ્રદેશમાં પરિવર્તન લાવશે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની પ્રથમ યાદી. 29 ઉમેદવારોની યાદીમાં સમાજવાદી પાર્ટીના 10 ઉમેદવારો છે. બીજી તરફ, જયંત ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું કે મને ખાતરી છે કે આ ઉમેદવારોની ચૂંટણીમાં મહાગઠબંધનના તમામ કાર્યકરો એક થઈને સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે. એક એક ધારાસભ્યથી બનશે તમારી વિધાનસભા, તમારી સરકાર. બુધવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે ગઠબંધન સહયોગીઓના નેતાઓ સાથે બેઠક કરી હતી.

આ બેઠકમાં આરએલડીના પ્રદેશ અધ્યક્ષ મસૂદ પણ હાજર હતા. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે સમાજવાદી પાર્ટી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરશે. અખિલેશના કાકા અને પ્રસપાના વડા શિવપાલ યાદવ, સુભાસપાના વડા ઓપી રાજભર, કેશવ દેવ મૌર્ય, ક્રિષ્ના પટેલ, સંજય ચૌહાણ પણ બેઠકમાં હાજર હતા.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મેરઠના બીજેપી ધારાસભ્ય RLDમાં જોડાયા

ભાજપના ધારાસભ્ય અવતાર સિંહ ભડાનાએ ભાજપમાંથી રાજીનામું આપીને રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા છે. ભડાનાએ છેલ્લે મેરઠના મેરપુર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી હતી. અવતાર ભડાના આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી જયંત સિંહની હાજરીમાં રાષ્ટ્રીય લોકદળમાં જોડાયા હતા. અવતાર સિંહ ભડાનાને પશ્ચિમ યુપીમાં ભાજપને મજબૂત કરનાર નેતા તરીકે ઓળખવામાં આવે છે.

ખેડૂતોના આંદોલનને કારણે પશ્ચિમ યુપીમાં ભાજપનું પ્રદર્શન નબળું રહેવાની આશંકા છે. યુપી ચૂંટણીના સાત તબક્કા આ વિસ્તારમાંથી શરૂ થવાના છે. આ સ્થિતિમાં અવતાર સિંહ ભડાણાનું પક્ષ છોડવું ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ઉત્તર પ્રદેશમાં એકલા હાથે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસે પણ આજે 125 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. યાદીમાં 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનોને તક આપવામાં આવી છે. 25 ઉમેદવારોમાંથી 50 મહિલાઓ છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારા ઉન્નાવના ઉમેદવાર ઉન્નાવ ગેંગ રેપ પીડિતાની માતા છે. અમે તેમને તેમનો સંઘર્ષ ચાલુ રાખવાનો મોકો આપ્યો છે. જે સત્તા દ્વારા તેમની દીકરી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, તેનો પરિવાર બરબાદ થયો, તે જ સત્તા તેમને મળવી જોઈએ.

 

આ પણ વાંચો: UP Election 2022: એક તરફ પ્રિયંકા ગાંધી સંગઠનને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, જ્યારે મોટા ધારાસભ્યો છોડી રહ્યા છે પાર્ટી

આ પણ વાંચો: UP Election 2022: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે, યુપીમાં કહ્યું- ‘અમે ત્રણેય અલગ-અલગ છીએ’

Published On - 8:49 pm, Thu, 13 January 22

Next Article