UP Election 2022 : શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

|

Jan 13, 2022 | 4:13 PM

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.વધુમાં પવારે કહ્યુ કે, તેમણે શાહુ મહારાજ, જ્યોતિબા ફુલે અને આંબેડકરના વિચારોને આગળ લઈ જવાના છે, તેથી ઘણા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે.

UP Election 2022 :  શું NCP અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે લડશે ચૂંટણી ? શરદ પવારે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
NCP Chief Sharad Pawar (File Photo)

Follow us on

UP Election 2022 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે ઉતર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election 2022) લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શરદ પવારે કહ્યુ કે, અમારી પાર્ટી દ્વારા શાહુ મહારાજ, જ્યોતિબા ફુલે અને આંબેડકરના વિચારોને આગળ લઈ જવાના છે, તેથી ઘણા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા શરદ પવારે (Sharad Pawar) કહ્યુ કે, ભાજપ કઈક અલગ વિચાર સાથે આગળ વધી રહી છે. તેઓ સત્તામાં છે, પરંતુ તેમના વિચારો રાષ્ટ્ર માટે સારા નથી.

ભાજપ સામાન્ય માણસ વિશે વિચારે છે કે નહીં ?

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને શરદ પવારે કહ્યુ કે, યુપીમાં ભાજપનો ખેલ ખતમ થઈ ગયો છે, તે હવે છેલ્લી જોડી સાથે રમી રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે BJP ના નેતાઓ અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા હોવાથી આ એક બદલાયેલો માહોલ છે. પવારે કહ્યુ કે, યુપી સિવાય ગોવા અને અન્ય રાજ્યોમાં પણ આવું જ થઈ રહ્યુ છે. મને ક્યારેક લાગે છે કે સત્તામાં રહેલી ભાજપ સામાન્ય માણસ વિશે વિચારે છે કે નહીં ?

NCP યુપીમાં અખિલેશના નેતૃત્વમાં ભાજપ સામે ચૂંટણી લડશે

મહારાષ્ટ્ર કેબિનેટના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે જાહેરાત કરી હતી કે, એનસીપી યુપી વિધાનસભાની ચૂંટણી ભાજપ સામે સપાના વડા અખિલેશ યાદવના નેતૃત્વમાં લડશે. નવાબ મલિકે કહ્યું કે, યુપીમાં દરરોજ ઘણા બીજેપી નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. આ દર્શાવે છે કે યોગી સરકાર કેટલી અહંકારી હતી. મલિકે વધુમાં કહ્યું કે કેવી રીતે ભાજપ સરકારે એક ખાસ વર્ગ સાથે અન્યાય કર્યો. યુપીના લોકોને સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે બીજેપી જઈ રહી છે, તેથી તેના નેતાઓ છોડીને અન્ય પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

શિવસેનાને લઈને નવાબ મલિકે શું કહ્યુ ?

મલિકે કહ્યું કે અખિલેશે અમને સીટ આપી છે અને કેટલીક સીટો પર ચર્ચા ચાલી રહી છે. અમે અખિલેશની સાથે છીએ અને ભાજપને હરાવવા માટે તેમનું સમર્થન કરીશું. શિવસેના યુપીમાં ચૂંટણી લડી રહી છે તેના પર નવાબ મલિકે કહ્યુ કે તેમની પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આપણે તે વિસ્તારમાં બિન-ભાજપ મજબૂત પાર્ટી સાથે હાથ મિલાવવો જોઈએ. જો શિવસેના યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે તો તે તેમનો પોતાનો નિર્ણય છે પરંતુ અમે સમાજવાદી પાર્ટી સાથે જવાનો નિર્ણય કર્યો છે અને અમે અખિલેશ યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડીશું.

આ પણ વાંચો: UP Assembly Election: રાજીનામાનો સિલસિલો આજે પણ ચાલુ ! અત્યાર સુધીમાં 7 ધારાસભ્ય ભાજપ છોડી ચૂક્યા છે

Next Article