નામ બડે ઔર દર્શન છોટે : કોંગ્રેસ ઉમેદવાર ‘બિકીની ગર્લ’ અર્ચના ગૌતમને હસ્તિનાપુર બેઠક પરથી મળી હાર, Instagram પર છે 755k ફોલોઅર્સ

|

Mar 10, 2022 | 3:55 PM

હસ્તિનાપુરથી ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ ઉમેદવાર 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમને અત્યાર સુધીમાં 671 વોટ મળ્યા છે. હવે તે સમજી ગઈ છે કે શા માટે તેના Instagramમાં 755k ફોલોઅર્સ છે.

નામ બડે ઔર દર્શન છોટે : કોંગ્રેસ ઉમેદવાર બિકીની ગર્લ અર્ચના ગૌતમને હસ્તિનાપુર બેઠક પરથી મળી હાર, Instagram પર છે 755k ફોલોઅર્સ
કોંગ્રેસ ઉમેદવાર 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમને હસ્તિનાપુર બેઠક પરથી મળી હાર
Image Credit source: instagram photo

Follow us on

Archana Gautam : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections)માં ભાજપ શાનદાર પ્રદર્શન કરીને જીત તરફ આગળ વધી રહી છે. દરમિયાન, કેટલીક લોકપ્રિય બેઠકોની વાત કરીએ તો, તેમાં હસ્તિનાપુર બેઠકનો સમાવેશ થાય છે, જ્યાંથી કોંગ્રેસ પાર્ટીએ બિકીની ગર્લ અર્ચના ગૌતમ (Archana Gautam)ને ટિકિટ આપી હતી અને તેને લઈને ભારે રાજકીય હોબાળો થયો હતો. હિન્દુ સંગઠનોએ અર્ચના ગૌતમને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેનારી અર્ચના વોટ મેળવવામાં ઘણી પાછળ રહી છે. મેરઠના હસ્તિનાપુરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર અર્ચનાને હસ્તિનાપુરના લોકોએ સ્વીકારી ન હતી અને અંતે હાર થઈ હતી.

અર્ચના ગૌતમ મૂળ યુપીના મેરઠની છે. અર્ચનાનો જન્મ 1 સપ્ટેમ્બર 1995ના રોજ મેરઠમાં થયો હતો. અર્ચના પોતાની મૉડલિંગ અને એક્ટિંગ કરિયર માટે મુંબઈમાં રહે છે. અર્ચના ગૌતમના Instagramમાં 755k ફોલોઅર્સ છે. હવે તે સમજી ગઈ છે કે શા માટે તેના Instagramમાં 755k ફોલોઅર્સ છે. માત્ર ફોલોઅર્સ વધારવાથી ચૂંટણી જીતી શકાતી નથી તે ચિત્ર આજે સ્પષ્ટ થયું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અર્ચનાનું નામ સામે આવ્યું ત્યારથી ચાહકો તેના વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. અર્ચના એક મોડલ અને અભિનેત્રી છે. અભિનેત્રી નવેમ્બર 2021 ના ​​રોજ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી અને બે મહિનામાં તેને વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ મળી હતી.

અર્ચના સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ થાય છે

કોંગ્રેસે અર્ચના ગૌતમને ટિકિટ આપવાની જાહેરાત કરી ત્યારથી જ અર્ચના ગૌતમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. વિપક્ષ સતત અર્ચનાને તેના બિકીની ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને ટ્રોલ કરી રહ્યો હતો. અર્ચનાની ફિલ્મો અને કપડાંને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ પોતે અર્ચનાના બચાવમાં આગળ આવવું પડ્યું અને તેના પક્ષમાં બોલવું પડ્યું હતુ.

ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

તમને જણાવી દઈએ કે અર્ચનાએ વર્ષ 2018માં મિસ બિકીની ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણીએ મિસ કોસ્મોસ વર્લ્ડ 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને અર્ચનાએ વર્ષ 2018માં મોસ્ટ ટેલેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. અર્ચનાએ વર્ષ 2015માં બોલિવૂડમાં પગ મૂક્યો હતો. તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી કરી હતી. આ પછી તે હસીના પારકરમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે હિન્દી ફિલ્મો સિવાય તેણે તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને સાથિયા સાથ નિભાના, કુબુલ હૈ અને CID જેવા શોમાં પણ જોવા મળી છે.

આ પણ વાંચો : Uttarakhand Election Results 2022: ઉત્તરાખંડમાં મતગણતરી શરૂ, જાણો ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચેના ટ્રેન્ડમાં કોણ છે આગળ ?

Next Article