UP Assembly Election: યુપી ચૂંટણીમાં શ્રી કૃષ્ણ બાદ હવે મામા કંસની એન્ટ્રી, સીએમ યોગીએ કહ્યું- એસપી કંસના ઉપાસક

|

Jan 04, 2022 | 7:43 PM

સપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) સોમવારે કહ્યું કે, ભગવાન કૃષ્ણ (Lord Krishna) તેમના સપનામાં આવે છે અને કહે છે કે સપાની સરકાર બનશે.

UP Assembly Election: યુપી ચૂંટણીમાં શ્રી કૃષ્ણ બાદ હવે મામા કંસની એન્ટ્રી, સીએમ યોગીએ કહ્યું- એસપી કંસના ઉપાસક
Yogi Adityanath - Akhilesh Yadav

Follow us on

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં (Uttar Pradesh Assembly Election 2022) દરેક વખતે ભગવાન રામનું નામ લેવામાં આવ્યું. પરંતુ આ વખતે આ ચૂંટણી ભગવાન શ્રી કૃષ્ણની આસપાસ ફરે છે. સપા પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) સોમવારે કહ્યું કે, ભગવાન કૃષ્ણ (Lord Krishna) તેમના સપનામાં આવે છે અને કહે છે કે સપાની સરકાર બનશે.

તેમના આ નિવેદન પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પલટવાર કર્યો છે. એક રેલીમાં સીએમ યોગીએ નામ લીધા વિના કહ્યું, લખનૌમાં પાવર પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે કેટલાક લોકો સપના જોઈ રહ્યા છે. સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણ કહેતા હશે કે હવે તમારી નિષ્ફળતાઓ પર રડો અને કહેતા હશે કે જે કામ તમે ન કરી શક્યા તે કામ ભાજપે કરી બતાવ્યું.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

કૃષ્ણના નહિ, તે કંસના ઉપાસક

મથુરાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ભગવાન કૃષ્ણ આ લોકોને શ્રાપ આપતા હશે. તેમણે એમ પણ કહ્યું હશે કે જ્યારે તેઓ સત્તામાં આવ્યા ત્યારે તેમણે મથુરા, વૃંદાવન, બરસાના, ગોકુલ વગેરે સ્થળો માટે કંઈ કર્યું નથી. હા, પણ જવાહર બાગની ઘટના કરાવી હતી. સીએમ યોગીએ કહ્યું, અગાઉની સરકારના લોકોને ભગવાન કૃષ્ણની ચિંતા ન હતી, પરંતુ હકીકતમાં તેઓ તેમના મામા કંસના ઉપાસક હતા.

અખિલેશ યાદવે શું કહ્યું?

ભાજપના રાજ્યસભા સાંસદ હરિનાથ સિંહ યાદવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું હતું કે, ભગવાન કૃષ્ણ તેમના સપનામાં આવે છે અને કહે છે કે સીએમ યોગીએ મથુરાથી ચૂંટણી લડવી જોઈએ. તેમણે પત્રમાં એમ પણ લખ્યું કે, સીએમ યોગી બ્રજ ક્ષેત્રમાં લોકપ્રિય છે અને જનતા ઈચ્છે છે કે તેઓ બ્રજ ક્ષેત્રમાંથી ચૂંટણી લડે. બીજેપી સાંસદના પત્ર પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે સોમવારે કહ્યું કે, ભગવાન કૃષ્ણ તેમના સપનામાં પણ આવે છે અને કહે છે કે, યુપીમાં આગામી સરકાર સમાજવાદી પાર્ટી જ બનાવશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને સપા વચ્ચે જોરદાર ટક્કર માનવામાં આવી રહી છે. 2017માં ભાજપે 403 સભ્યોની વિધાનસભામાં 312 બેઠકો જીતી હતી. તે જ સમયે, 2012માં 224 બેઠકો જીતનાર સમાજવાદી પાર્ટી 2012માં માત્ર 47 બેઠકો જીતી શકી હતી.

આ વર્ષે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) યોજાવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ મે 2022 માં સમાપ્ત થાય છે, જ્યારે અન્ય ચાર રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ માર્ચ 2022 માં અલગ-અલગ તારીખે સમાપ્ત થાય છે.

 

આ પણ વાંચો : Telangana: હૈદરાબાદ પહોંચ્યા બાદ રેલીની પરવાનગી ન મળતા જેપી નડ્ડાએ કહ્યું- આ લોકશાહીની વિરુદ્ધ

આ પણ વાંચો : ગોવામાં ભાજપ હેટ્રિક સાથે જીત નોંધાવશે, તમામ 40 બેઠકો પર ચૂંટણી લડશે- પાર્ટીના મહાસચિવ સીટી રવિએ કર્યો દાવો

Next Article