UP Election BJP Manifesto : ઉતરપ્રદેશ માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ‘છોકરીઓને અપાશે સ્કૂટી, દરેક ઘરમાં એકને અપાશે નોકરી’

|

Feb 08, 2022 | 5:08 PM

ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સુચના અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર, ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીએ મેનિફેસ્ટો બહાર પાડ્યો.

UP Election BJP Manifesto : ઉતરપ્રદેશ માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો છોકરીઓને અપાશે સ્કૂટી, દરેક ઘરમાં એકને અપાશે નોકરી
BJP announces election manifesto for Uttar Pradesh elections

Follow us on

યુપી વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election) માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો (BJP Manifesto) જાહેર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે આગામી વિધાનસભા ચૂંટણી માટે લખનૌમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ (Lok Kalyan Sankalp Patra) બહાર પાડ્યો. ગૃહમંત્રી અમિત શાહ, પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો (Manifesto) બહાર પાડ્યો.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા દરમિયાન યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારે, ઉતરપ્રદેશ સરકારની કલ્યાણકારી યોજનાઓને રાજ્યના દરેક વર્ગ સુધી પહોંચાડી છે. સીએમ યોગીએ કહ્યું કે 2012 થી 2017 વચ્ચે યુપીમાં 700 થી વધુ રમખાણો થયા, સેંકડો લોકો માર્યા ગયા. યુપીમાં મહિનાઓ સુધી કર્ફ્યુ હતો. વેપારીઓ સ્થળાંતર કરતા હતા અને દીકરીઓ શાળાએ જઈ શકતી ન હતી. આજે છેલ્લા 5 વર્ષ બાદ યુપીમાં રમખાણોનો અંત આવ્યો છે. યુપીમાં આજે કર્ફ્યુ નથી લાગતો, કાવડ યાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળે છે.

સીએમ યોગીએ વધુમાં કહ્યું કે, ભાજપની ડબલ એન્જિનવાળી સરકારમાં હવે ગરીબો તેમની સારવારના ખર્ચથી મુક્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃપાથી આયુષ્માન ભારત અંતર્ગત યુપીના 07 કરોડ નાગરિકોને 5 લાખ સુધીની વિનામુલ્યે સારવાર મળી રહી છે. એકલા જેવર વિસ્તારમાં જ 18,246 લોકો આ સુવિધાના લાભાર્થીઓ છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ભાજપનો દાવો, અમે પાંચ વર્ષમાં 92 ટકા વચનો પૂરા કર્યા

ગૃહમંત્રી અમિત શાહે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે થોડા દિવસો પહેલા અખિલેશ યાદવ અમારો સંકલ્પ પત્ર દર્શાવતા હતા અને પૂછતા હતા કે ભાજપે આ સંકલ્પપત્રમાથી કેટલા પૂરા કર્યા ? આજે અમે તેનો જવાબ આપી રહ્યા છીએ. અમે 2017માં જે સંકલ્પપત્ર જાહેર કર્યો હતો તેમાંથી અમે પાંચ વર્ષમાં 92 % વચનો પૂરા કર્યા છે.

ભાજપે મેનિફેસ્ટો માટે સૂચનો માંગ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના મેનિફેસ્ટોનું નામ ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ છે. વિપક્ષની જેમ મફતમાં કંઈપણ વહેંચવાની વાત નથી. ભાજપે તેના ચૂંટણી ઢંઢેરાને ‘લોક કલ્યાણ સંકલ્પ પત્ર’ નામ આપ્યું છે. આ માટે ભાજપે ‘સૂચન આપકા, સંકલ્પ હમારા’ના નામે અભિયાન ચલાવીને લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા. આ સંકલ્પપત્રમાં સરકારના ખર્ચ અને તિજોરીની વાસ્તવિકતા વચ્ચે સંતુલન જાળવવાનો પુરતો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભાજપના લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં શું છે ખાસ

– દરેક ઘરમાં એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે.
– અન્નપૂર્ણા યોજના હેઠળ સસ્તું અનાજ આપવામાં આવશે.
– ચોક્કસ માપદંડ હેઠળ છોકરીઓને સ્કૂટી આપવામાં આવશે.
– દરેક વિધવા અને નિરાધાર મહિલાને દર મહિને 1500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
– વિદ્યાર્થીઓ માટે ટેબલેટ અને સ્માર્ટ ફોન યોજના
– ખેડૂતો માટે પાક વીમા યોજના.
– ખેડૂતોને સિંચાઈ માટે મફત સોલાર પંપ આપવામાં આવશે.

યુપી બીજેપી સંકલ્પ પત્રમાં મોટી જાહેરાતો

સીમાંત અને નાના ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ બમણી કરવામાં આવશે, કોલેજ જતી વિદ્યાર્થીનીઓ અને કામ કરતી મહિલાઓને સ્કૂટી આપવામાં આવશે, વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે, ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે ત્રણ મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ

Uttar Pradesh Election: CM યોગી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાયું, ‘કેજરીવાલ સાંભળો.. યોગી સાંભળો’ મુદ્દા વચ્ચે કોંગ્રેસ પણ ટપકી

આ પણ વાંચોઃ

UP Election 2022 : પીએમ મોદીએ બિજનૌરના વર્ચ્યુઅલી સંબોધનમાં કહ્યું કે, નકલી સમાજવાદીઓથી ગેરમાર્ગે ન દોરો, યોગી સરકારમાં ભત્રીજાવાદથી છુટકારો મળ્યો

Published On - 3:28 pm, Tue, 8 February 22

Next Article