Parliament: અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં કહ્યું- મને Z પ્લસ સુરક્ષા નથી જોઈતી, UAPA હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ

|

Feb 04, 2022 | 6:11 PM

અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે, ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી દિલ્હી પરત ફરતી વખતે અજાણ્યા લોકોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું.

Parliament: અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં કહ્યું- મને Z પ્લસ સુરક્ષા નથી જોઈતી, UAPA હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ
Asaduddin Owaisi

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Elections) પહેલા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની (Asaduddin Owaisi) કાર પર હુમલાએ હવે જોર પકડ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં કહ્યું હતું કે, તેમને Z સુરક્ષા જોઈતી નથી. તેમણે કહ્યું કે હુમલામાં સામેલ આરોપીઓ પર UAPA લાદવો જોઈએ. જણાવી દઈએ કે હૈદરાબાદના લોકસભા સાંસદ અને AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીને સમગ્ર ભારતમાં ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ભારત સરકારે તેની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ઝેડ સિક્યોરિટી દેશભરમાં તેમની સાથે રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સાંજે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં તેમના પર હુમલો થયો હતો. પ્રચાર કરીને તેઓ દિલ્હી પરત ફરી રહ્યા હતા. આ હુમલા યુપી વિધાનસભા ચૂંટણી પહેલા થયા છે, જે બાદ રાજકારણ શરૂ થયું છે.

અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે, ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી દિલ્હી પરત ફરતી વખતે અજાણ્યા લોકોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. તેમણે કહ્યું કે તે સુરક્ષિત છે. ઓવૈસીની કાર નેશનલ હાઈવે 24ના હાપુડ-ગાઝિયાબાદ સેક્શન પર છિજારસી ટોલ પ્લાઝા પાસે હતી જ્યારે આ ઘટના સાંજે લગભગ 6 વાગ્યે બની હતી.

AIMIM સાંસદે એક ટ્વિટમાં કહ્યું, થોડા સમય પહેલા મારા વાહન પર છિજારસી ટોલ ગેટ પર ગોળી ચલાવવામાં આવી હતી. ચાર ગોળી ચલાવવામાં આવી હતી. ત્યાં 3-4 લોકો (શૂટર) હતા, તે બધા ભાગ્યા અને હથિયારો ત્યાં જ છોડી ગયા. મારી કારમાં પંચર પડી ગયું, પણ હું બીજી કારમાં બેસીને ત્યાંથી નીકળી ગયો. અમે બધા સુરક્ષિત છીએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બંને આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

બંને આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ માહિતી હાપુડના એસપી દીપક ભુકરે આપી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે બંનેએ ઓવૈસીની કાર પર ફાયરિંગ કર્યું હતું. ગુરુવારે જ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે AIMIM ચીફ યુપીમાં ચૂંટણી પ્રચારમાંથી દિલ્હી પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

સ્પીકર સાહેબે ફોન પર તબિયત પૂછી

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ફાયરિંગની ઘટનાની માહિતી મળ્યા બાદ લોકસભાના સ્પીકરે તેમને મળવા બોલાવ્યા હતા. સ્પીકરે તેમને ફોન પર તેમની તબિયત વિશે પણ પૂછ્યું હતું. સ્પીકરે ઓવૈસીને કહ્યું કે તેઓ આ ઘટનાથી સંપૂર્ણપણે વાકેફ છે, તેમણે સંપૂર્ણ રિપોર્ટ મંગાવ્યો છે. આ સાથે તેમણે ઓવૈસીને મળવા માટે પણ બોલાવ્યા હતા.

 

આ પણ વાંચો : ખુશખબર ! ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, સામાન્ય લોકોને મળશે રાહત

આ પણ વાંચો : UP Assembly Election: જન ચૌપાલમાં PM મોદીનો સપા પર વાકપ્રહાર, કહ્યુ- હિસ્ટ્રીશીટર્સને બહાર રાખીને નવી હિસ્ટ્રી બનાવવા માટેની આ ચૂંટણી

Next Article