ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) પહેલા યોગી મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા સ્વામી પ્રસાદ મોર્ય (Swami Prasad Maurya)ની વિરૂદ્ધ એમપી-એમએલએ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે. 2014થી જોડાયેલા એક કેસમાં તેમની વિરૂદ્ધ આ વોરંટ જાહેર થયું છે. કેસ મામલે સુલ્તાનપુરની કોર્ટે (Sultanpur court) તેમને આગામી 24 જાન્યુઆરી સુધી હાજર થવાનો આદેશ આપ્યો છે.
સમગ્ર મામલો વર્ષ 2014નો છે. જ્યારે સ્વામી પ્રસાદ મોર્યએ હિન્દુ દેવી દેવતાઓ પર આપતિજનક ટિપ્પણી કરી હતી. આ કેસને લઈ બુધવારે પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યને કોર્ટમાં હાજર થવાનું હતું પણ તે હાજર ના થયા. જેના કારણે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ એમપી-ધારાસભ્યએ આરોપી પૂર્વ શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય સામે અગાઉ જાહેર કરાયેલ ધરપકડ વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. હવે સ્વામી પ્રસાદ મોર્યને આગામી 24 જાન્યુઆરીએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભાજપમાંથી રાજીનામું આપનારા યોગી સરકારના મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ આજે સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની વાત કહી. મોર્યએ કહ્યું કે હું 14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યો છું. મારી પાસે કોઈ નાના કે મોટા રાજનેતાનો ફોન નથી આવ્યો.
ત્યારે સમાજવાદી પાર્ટીમાં સામેલ થનારા સ્વામી પ્રસાદ મોર્યએ દાવો કર્યો છે કે રાજ્યમાં એક ડઝનથી વધારે ધારાસભ્ય ભાજપ છોડવાની તૈયારીમાં છે અને ઝડપી જ તે ભાજપ છોડી સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. એક તરફ યોગી સરકારના મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા દારા સિંહ ચૌહણ પણ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરી તેની જાણકારી આપી હતી.
ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે અને તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જીતનો દાવો કરી રહ્યા છે અને તેના માટે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. રાજકીય પક્ષો ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે અને માનવામાં આવે છે કે મોટાભાગના પક્ષો આ સપ્તાહના અંત સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. રાજ્યની સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ મંગળવારે દિલ્હીમાં ટિકિટ વહેંચણીને લઈને બેઠક બોલાવી હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાયદાઓમાં સુધારો કરવા માટે સાંસદો સહિત અન્ય હિતધારકો પાસેથી માંગ્યા સૂચનો