UP Election 2022: અખિલેશ યાદવે સીએમ યોગીની ભાષા પર વાંધો ઉઠાવ્યો, ચૂંટણી પંચને પત્ર લખી કરી આ માગ

|

Feb 03, 2022 | 7:33 PM

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે સીએમ યોગી અને અખિલેશ યાદવ (Akhilesh Yadav) વચ્ચે શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે.

UP Election 2022: અખિલેશ યાદવે સીએમ યોગીની ભાષા પર વાંધો ઉઠાવ્યો, ચૂંટણી પંચને પત્ર લખી કરી આ માગ
Akhilesh Yadav - Yogi Adityanath

Follow us on

ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election 2022) લઈને રાજકારણ ચરમસીમાએ છે. તમામ પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ચૂંટણીના માહોલ વચ્ચે સીએમ યોગી અને અખિલેશ યાદવ (Akhilesh Yadav) વચ્ચે શબ્દયુદ્ધ તેજ થઈ ગયું છે. તે જ સમયે, સપા પ્રમુખે ચૂંટણી પંચને સીએમ યોગીની ભાષા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. અખિલેશ યાદવે ચૂંટણી પંચને (Election Commission) પત્ર લખીને માગ કરી છે કે સીએમ યોગી દ્વારા વિપક્ષ માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે. અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સીએમ યોગી વિપક્ષ માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તે સંયમિત અને નમ્ર ભાષાની શ્રેણીમાં આવતી નથી.

તેમનું કહેવું છે કે લોકશાહીમાં આવી ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહીં. તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન સીએમ યોગી આ દિવસોમાં વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કરી રહ્યા છે. જણાવી દઈએ કે આજે મથુરામાં સપા પર પ્રહાર કરતા યોગીએ કહ્યું હતું કે ‘આ તે સરકાર છે જે રમખાણો કરાવે છે’.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

CM યોગીની ભાષા પર વાંધો

હાલમાં જ સીએમ યોગીએ ધમકી આપી હતી અને કહ્યું હતું ક, 10 માર્ચ પછી બુલડોઝર ચાલશે. સાથે જ તેણે એસપીને ગુંડા, મવાલી, માફિયા પણ કહ્યા હતા. 1 ફેબ્રુઆરીના રોજ, સીએમ યોગીએ મેરઠના સિવલખાસ અને કિથોરની જાહેર સભાઓમાં સપાની લાલ ટોપી પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે લાલ ટોપીનો અર્થ ‘હુલ્લડખોર, હિસ્ટ્રીશીટર’ છે. કૈરાના અને મુઝફ્ફરનગરમાં એસપી પર પ્રહાર કરનારા સીએમ યોગીએ કહ્યું હતું કે જે ગરમી દેખાઈ રહી છે, આ બધું શાંત થઈ જશે.

અયોગ્ય ભાષા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ

અખિલેશ યાદવે સીએમ યોગીની ધમકીભરી ભાષા પર વાંધો ઉઠાવ્યો છે. તેમણે પત્ર લખીને ચૂંટણી પંચ પાસે માગ કરી છે કે સીએમ યોગીની આવી અભદ્ર ભાષા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવવો જોઈએ. સપા પ્રમુખનું કહેવું છે કે લોકશાહીમાં આવી ભાષાનું કોઈ ઔચિત્ય નથી, તેથી જ તેમણે ચૂંટણી પંચ સમક્ષ સીએમ યોગીની ભાષા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.

 

આ પણ વાંચો : Goa Assembly Election: અરવિંદ કેજરીવાલે ગોવા વિધાનસભા ચૂંટણી માટે AAPનું પ્રચાર ગીત લોન્ચ કર્યું

આ પણ વાંચો : Chhattisgarh: રાહુલ ગાંધીએ શરૂ કરી ‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહીન કૃષિ મજદૂર ન્યાય યોજના’, ખેત મજૂરોને મળશે દર વર્ષે 6 હજાર રૂપિયા

Next Article