UP Election: તમામ પાક પર MSPથી લઈને મફત શિક્ષણ અને મફત લેપટોપ સુધી, સપાના ‘વચન પત્ર’માં અખિલેશ યાદવની મોટી જાહેરાતો

|

Feb 08, 2022 | 4:42 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 ના પ્રથમ તબક્કાના બે દિવસ પહેલા, સમાજવાદી પાર્ટીએ મંગળવારે, 8 ફેબ્રુઆરીએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાર્ટીના વડા અખિલેશ યાદવે સમાજવાદી પાર્ટીનું 'સમાજવાદી વચન પત્ર' બહાર પાડ્યું.

UP Election: તમામ પાક પર MSPથી લઈને મફત શિક્ષણ અને મફત લેપટોપ સુધી, સપાના વચન પત્રમાં અખિલેશ યાદવની મોટી જાહેરાતો
Akhilesh Yadav - Samajwadi Party

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 ના (Uttar Pradesh Assembly Election 2022) પ્રથમ તબક્કાના બે દિવસ પહેલા, સમાજવાદી પાર્ટીએ મંગળવારે, 8 ફેબ્રુઆરીએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. પાર્ટીના વડા અખિલેશ યાદવે (SP Chief Akhilesh Yadav) સમાજવાદી પાર્ટીનું ‘સમાજવાદી વચન પત્ર’ બહાર પાડ્યું. જેમાં દરેક વર્ગ માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. SPએ તમામ પાક પર MSP આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ખેડૂતોને મફત વીજળી અને કેજીથી પીજી સુધીની છોકરીઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મેનિફેસ્ટોનું નામ ‘સમાજવાદી વચન પત્ર’ રાખવામાં આવ્યું છે. સાથે જ તેની ટેગ લાઇન – ‘સત્ય વચન, અતૂટ વચન’ રાખવામાં આવી છે.

આ અવસરે યાદવે કહ્યું કે, ‘સત્ય વચન, અતૂટ વચન’ સાથે, અમે 2022ના મેનિફેસ્ટોના રૂપમાં આ દસ્તાવેજ સાથે લોકો સુધી જઈ રહ્યા છીએ. જાહેરનામા અનુસાર, મનરેગાની તર્જ પર શહેરી રોજગાર ગેરંટી કાયદો બનાવવામાં આવશે. આ સાથે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામતનું વચન આપવામાં આવ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શેરડી પકવતા ખેડૂતોને 15 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે, 4 વર્ષમાં ખેડૂતોને દેવા મુક્ત કરવામાં આવશે

સપાના વડા અખિલેશ યાદવે કહ્યું કે તમામ પાક માટે MSP આપવામાં આવશે. શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચૂકવણી કરવામાં આવશે. આ સાથે 4 વર્ષમાં તમામ ખેડૂતોને દેવા મુક્ત કરવામાં આવશે. તમામ ખેડૂતોને સિંચાઈ માટે મફત વીજળી, વ્યાજમુક્ત લોન આપવામાં આવશે. સમાજવાદી પેન્શન હેઠળ મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગોને વાર્ષિક 18 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે જો તેમની સરકાર બનશે તો તે સીસીટીવી અને ડ્રોન વડે ગામડાઓ અને શહેરો પર નજર રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરશે.

દરેક ગામ-શહેરમાં વાઈ-ફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે

તમામ 12 પાસ વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગામ અને શહેરમાં વાઈ-ફાઈની સુવિધા આપવાનું કહેવામાં આવ્યું છે. અખિલેશે કહ્યું કે સપા સરકાર બન્યા બાદ રાજ્યમાં સમાજવાદી કેન્ટીન શરૂ કરવામાં આવશે જેમાં 10 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. અખિલેશ યાદવે દરેક જિલ્લામાં એક મોડલ હોસ્પિટલ બનાવવાનું વચન આપ્યું છે. BPL કાર્ડ ધારકોને એક વર્ષમાં બે સિલિન્ડર મફતમાં આપવામાં આવશે.

 

આ પણ વાંચો : PM Narendra Modi In Rajya Sabha: શું છે તંદૂર કાંડ, જેના વિશે પીએમ મોદીએ કહ્યું- ‘કોંગ્રેસ ન હોત તો દીકરીઓને તંદૂરમાં ફેંકવાની ઘટના ન બની હોત’

આ પણ વાંચો : UP Election BJP Manifesto : ઉતરપ્રદેશ માટે ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો ‘છોકરીઓને અપાશે સ્કૂટી, દરેક ઘરમાં એકને અપાશે નોકરી’

Next Article