Tripura Assembly Election: ભાજપે 48 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસે પણ 17 ઉમેદવારોની યાદી જાહેર કરી

|

Jan 28, 2023 | 3:35 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે 48 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

Tripura Assembly Election: ભાજપે 48 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, કોંગ્રેસે પણ 17 ઉમેદવારોની યાદી જાહેર કરી
JP Nadda

Follow us on

ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરામાં 48 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં મુખ્યપ્રધાન માણિક સાહા ટાઉન બોર્ડોવાલી બેઠક પરથી જ ચૂંટણી લડશે. તો કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક ધનપત બેઠક પરથી ચૂંટણી લડશે. બાકીના 12 ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ તેના 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

આગામી ચૂંટણીને લઈને BJPની પ્રથમ યાદી જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ભાજપે 48 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બાકીના 12 ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જણાવી દઈએ કે ત્રિપુરામાં 60 વિધાનસભા સીટો છે.

રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહા ટાઉન બોર્ડોવાલી ચૂંટણી લડશે. મોટી વાત એ છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેવ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે. ત્રિપુરા બાદ હવે ભાજપ મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી માટે યાદી જાહેર કરશે. ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુખ્યમંત્રી બન્યા બાદ માણિક સાહા ટાઉન બોર્ડોવાલી બેઠક પરથી જ પેટાચૂંટણી લડ્યા હતા. આ પેટાચૂંટણીમાં માણિક સાહાએ તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના આશિષ કુમાર સાહાને 6000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. સીએમ માણિક સાહાને કુલ 17,181 વોટ મળ્યા.

ગયા વર્ષે મે મહિનામાં એટલે કે વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે બિપ્લવ દેબને હટાવીને માણિક સાહાને નવા સીએમ બનાવ્યા હતા. માણિક સાહા 6 વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતાની સાથે જ માણિકને ચાર વર્ષ બાદ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા હતા. જે બાદ તેમને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે પાર્ટીના ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપવા માટે શુક્રવારે પાર્ટીના મુખ્યાલયમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. તેમના સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટીના CECના અન્ય સભ્યો હાજર હતા. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા અને રાજ્ય એકમના કોર ગ્રૂપના સભ્યોએ પણ બેઠકમાં હાજરી આપી હતી.

કોંગ્રેસે પણ 17 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી

કોંગ્રેસે આગામી ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સુદીપ રોય બર્મન અગરતલાથી ચૂંટણી લડશે. બીજી તરફ ટાઉન બારદોવાલી સીટ પરથી સીએમ માણિક સાહાની સામે આશિષ કુમાર સાહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.

Next Article