Assembly Election 2022 : કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત

|

Jan 08, 2022 | 12:07 PM

કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે.

Assembly Election 2022 : કોરોના સંકટ વચ્ચે ચૂંટણી પંચ આજે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની કરશે જાહેરાત
Election Commission ( File photo)

Follow us on

કોરોના (corona) સંકટ વચ્ચે ચૂંટણી પંચ શનિવારે 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની (Assembly Election) તારીખોની જાહેરાત કરશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને પંજાબમાં ચૂંટણી યોજાવાની છે.

અગાઉ, ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022ની (Assembly Election 2022)તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવી અટકળો પણ ચાલી રહી હતી કે ચૂંટણી પંચ આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. હવે આયોગ આજે તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે.

સમીક્ષા બેઠક બાદ તારીખ નક્કી કરવામાં આવી છે
વાસ્તવમાં, ચૂંટણી પંચે ભૂતકાળમાં તમામ ચૂંટણી રાજ્યોની સમીક્ષા બેઠક યોજ્યા બાદ લગભગ તારીખ નક્કી કરી દીધી છે. આવી સ્થિતિમાં જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચૂંટણી કોઈપણ સમયે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 8 તબક્કામાં મતદાન થઈ શકે છે, જ્યારે પંજાબમાં 3 તબક્કામાં મતદાન થઈ શકે છે. આ સિવાય ચૂંટણી પંચ મણિપુરમાં બે તબક્કા, ગોવા અને ઉત્તરાખંડમાં એક-એક તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 2017ની વિધાનસભા ચૂંટણીની તારીખોની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી અને માર્ચના પહેલા સપ્તાહમાં ચૂંટણી સમાપ્ત થઈ શકે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ મે 2022માં સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે અન્ય ચાર રાજ્યોની વિધાનસભાઓનો સમય માર્ચ 2022માં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે.

પાંચ રાજ્યોમાં એવા સમયે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ છે અને છેલ્લા કેટલાક દિવસોથી 1 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. મુંબઈ-દિલ્હી જેવા શહેરો પહેલાથી જ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી પીડિત છે. હવે અન્ય શહેરો પણ જોખમમાં છે. કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે દેશભરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે.

કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચ 5 રાજ્યોમાં ચૂંટણી દરમિયાન કોવિડ પ્રોટોકોલને વધુ કડક કરી શકે છે. આ સિવાય પંચ ચૂંટણી રેલીઓના નિયમોને પણ કડક કરી શકે છે. ચૂંટણી પંચે કહ્યું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને રસીકરણ કરાવવું જરૂરી રહેશે. આ સિવાય, ચૂંટણીના અધિકારને કારણે મતદારો પર રસીકરણની ફરજિયાત આવશ્યકતા પંચ લાદશે નહીં.

આ પણ વાંચો : શું થશે લોકડાઉન ? મુંબઈમાં લોકડાઉનના ડરથી ફરી એકવાર પરપ્રાંતિય મજુરો વતન જવા રવાના

આ પણ વાંચો : પેંગોંગ તળાવ પર બ્રિજના નિર્માણ મામલે ભારતે કર્યો વિરોધ, ચીને કહ્યું- પ્રાદેશિક સાર્વભૌમત્વની સુરક્ષા માટે થઈ રહ્યું છે કામ

Published On - 11:48 am, Sat, 8 January 22

Next Article