દેશના 5 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં મતદાન થઈ ચૂક્યા છે અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. 3 ડિસેમ્બરે મધ્યપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે. જ્યારે મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું પરિણામ 4 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢ ચૂંટણીના પરિણામથી જોડાયેલી ચર્ચા તમે 3 ડિસેમ્બરે વહેલી સવારથી જ ટીવી9 ગુજરાતી પર લાઈવ જોઈ શકો છો. તે સિવાય આગામી ચૂંટણીના પરિણામ તમે સોશિયલ મીડિયા ફેસબુક, એક્સ, યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકો છો.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામના લાઈવ અપડેટ માટે અહીં ક્લિક કરો.
ફેસબુક પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
એક્સ (ટ્વીટર) 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
ઈન્સ્ટાગ્રામ પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
યૂટ્યૂબ પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
લાઈવ ટીવી પર 4 રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો.
દેશમાં લોકસભા ચૂંટણીમાં હવે માત્ર 6 મહિનાનો સમય બાકી છે. આ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીને સેમીફાઈનલ મુકાબલો માનવામાં આવે છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. આ 3 રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, જ્યારે કે.ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ તેલંગાણામાં હેટ્રિક લગાવવાનો દાવો કરી રહી છે, જો કે મોટાભાગના એક્ઝિટ પોલે તેલંગાણામાં કોંગ્રેસ સરકારનો દાવો કર્યો છે.
ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપ આગળ અને રાજસ્થાનમાં કાંટાની ટક્કર જોવા મળશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની ફરીથી વાપસની પણ ભવિષ્યવાણી વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશની 230 સીટ, તેલંગાણાની 119 સીટ, છત્તસગીઢની 90 સીટ અને રાજસ્થાનની 199 સીટ માટે કડક સુરક્ષા વચ્ચે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. મતગણતરીને લઈ સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મતદાન કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.