પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત

|

Dec 27, 2021 | 3:25 PM

પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ 22 ખેડૂત સંગઠનો પંજાબના 32 ખેડૂત સંગઠનોમાં સામેલ છે.

પંજાબના જે ખેડૂતોએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તેમના માટે હું પ્રચાર નહીં કરું, મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી: રાકેશ ટિકૈત
Rakesh Tikait - File Photo

Follow us on

ખેડૂત નેતાઓ બલબીર સિંહ રાજેવાલ અને હરમીત સિંહની પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) લડવાની જાહેરાત બાદ ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કહ્યું કે તે પંજાબના ખેડૂત નેતાઓનો વ્યક્તિગત નિર્ણય છે. સંયુક્ત કિસાન મોરચા (SKM) ને તેની સાથે કોઈ લેવાદેવા નથી અને તે પંજાબમાં ચૂંટણી લડી રહેલા ખેડૂત નેતાઓ માટે પ્રચાર કરવા જશે નહીં.

પંજાબના 22 ખેડૂત સંગઠનોએ શનિવારે એક રાજકીય મોરચો બનાવ્યો અને જાહેરાત કરી કે તેઓ રાજકીય પરિવર્તન માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ 22 ખેડૂત સંગઠનો પંજાબના 32 ખેડૂત સંગઠનોમાં સામેલ છે જેમણે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે એક વર્ષથી વધુ લાંબા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

ટિકૈત વિધાનસભાની ચૂંટણી નહીં લડે
જો કે, કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનની આગેવાની કરનાર SKMએ સ્પષ્ટતા કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા નથી. ખેડૂત નેતા હરમીત સિંહે કહ્યું હતું કે પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે સંયુક્ત સમાજ મોરચાની રચના કરવામાં આવી છે અને ભારતીય કિસાન યુનિયન (રાજેવાલ)ના બલબીર સિંહ રાજેવાલ સંયુક્ત સમાજ મોરચાના નેતા હશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાકેશ ટિકૈતે BKUની ચૂંટણી લડવાની સંભાવનાઓ વિશે સ્પષ્ટપણે કંઈ કહ્યું ન હતું, પરંતુ કહ્યું હતું કે ‘તેઓ ન તો કોઈ ચૂંટણી લડશે કે ન તો કોઈ પક્ષ બનાવશે.’ તેણે કહ્યું કે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિ ચૂંટણી લડશે નહીં. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં BKUનું સ્ટેન્ડ શું હશે, તો તેમણે કહ્યું કે આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી જ તેઓ ભાવિ વ્યૂહરચના જાહેર કરશે.

આગામી ચૂંટણીમાં BKU તેના ઉમેદવારો ઉભા રાખશે
BKU ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી નરેશ ટિકૈતે જુલાઈમાં મુઝફ્ફરનગરના સિસૌલીમાં કહ્યું હતું કે, ‘તમામ રાજકીય પક્ષોને જુઓ. જ્યારે તેમની સરકાર આવે છે ત્યારે તેઓ ખેડૂતોનું સાંભળતા નથી. તેથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં BKU પોતાનો ઉમેદવાર ઉતારશે. કિસાન ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતને એસપી સાથે આગામી વિધાનસભા ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું હતું, પરંતુ BKUના રાષ્ટ્રીય પ્રવક્તા દ્વારા તેને ઠુકરાવી દેવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો : Omicron : દેશના આઠ રાજ્યો ઓમિક્રોનના હોટસ્પોટ બન્યા, દિલ્હી અને મહારાષ્ટ્રમાં જ 48% કેસ નોંધાયા

આ પણ વાંચો : પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ અને અમરિન્દર સિંહની મુલાકાત, આ મુદ્દા પર થઈ વાતચીત

Next Article