UP Punjab Election: ઉત્તર પ્રદેશમાં 59 અને પંજાબમાં 117 બેઠકો માટે આજે ચૂંટણી

|

Feb 20, 2022 | 7:35 AM

પંજાબમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ બન્ને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 10 માર્ચે હાથ ધરાશે.

UP Punjab Election: ઉત્તર પ્રદેશમાં 59 અને પંજાબમાં 117 બેઠકો માટે આજે ચૂંટણી
UP, Punjab Election 2022 (Symbolic image)

Follow us on

પંજાબની તમામે તમામ 117 વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશની 59 બેઠકો પર રવિવારે એટલે કે આજે વિધાનસભાની ચૂંટણી યોજાશે. બંને રાજ્યોમાં બહુકોણીય સ્પર્ધા જોવા મળી રહી છે. હાલ પંજાબમાં કોંગ્રેસ સત્તામાં છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપ સત્તામાં છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર પંજાબમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ બન્ને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 10 માર્ચે હાથ ધરાશે.

પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને લગભગ 2.14 કરોડ મતદારો 117 બેઠકો પર લડી રહેલા 1,304 ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં 93 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પંજાબમાં આ વખતે કોંગ્રેસ, AAP, SAD-BSP ગઠબંધન, BJP-PLC-SAD (યુનાઈટેડ) અને વિવિધ ખેડૂતોના સંગઠનોની રાજકીય પાંખ, સંયુક્ત સમાજ મોરચા વચ્ચે બહુકોણીય હરીફાઈ છે. પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલી શાસક કોંગ્રેસને ડ્રગ્સ અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દાઓ પર વિવિધ રાજકીય વિરોધીઓના આકરા પ્રહારોનો સામનો કરવો પડ્યો છે.

2017ની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ભાજપે 49 બેઠકો જીતી હતી.

ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન આજે 20 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. આ તબક્કામાં, બુંદેલખંડ અને યાદવ લેન્ડ નામે ઓળખાતા 16 જિલ્લાઓની 59 વિધાનસભા બેઠકો માટે કુલ 627 ઉમેદવારો મેદાનમાં છે. 20 ફેબ્રુઆરીએ બે કરોડ મતદારો આ 627 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આ તબક્કો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કહેવાય છે કે છેલ્લા બે તબક્કામાં ભાજપ વિરોધી લહેર જોવા મળી હતી. જો કે, આ તબક્કામાંથી ભાજપને ઘણી અપેક્ષાઓ પણ છે. 2017ની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ભાજપે 49 બેઠકો જીતી હતી. આ વખતે સત્તારૂઢ ભાજપ પાસે પણ પોતાનો ગઢ બુંદેલખંડ બચાવવાનો પડકાર છે. 2017ની ચૂંટણીમાં ભાજપે બુંદેલખંડની તમામ બેઠકો પર જીત મેળવી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પંજાબમાં અનેક પક્ષોનું રાજકીય ગણિત દાવ પર

મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના 111 દિવસના કાર્યકાળ દરમિયાન વીજળીના દર અને ઈંધણના ભાવમાં ઘટાડો જેવા લોકપ્રિય નિર્ણયો લઈને, કોંગ્રેસ અન્ય રાજકીયપક્ષો દ્વારા કરાતા આક્ષેપ સામે લડી રહી છે. સૌથી મોટા પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીના શાસન મોડલને રજૂ કરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે. શિરોમણી અકાલી દળ માટે પણ ઘણુંબધુ દાવ પર છે, જે વર્ષ 2020 માં બહુજન સમાજ પાર્ટી (BSP) સાથે જોડાણ કરીને કૃષિ કાયદાના મુદ્દાઓ પર ભાજપ સાથે સંબંધો તોડીને મેદાનમાં ઉતર્યું છે.

ભાજપ, જે SAD સાથે ગઠબંધનમાં એક નાનો સાથી હતો, તે આ ગઠબંધનમાં મોટા ભાઈની ભૂમિકામાં છે. ભાજપે આ ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહની આગેવાની હેઠળની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢીંડસાના નેતૃત્વવાળી શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે જોડાણ કર્યું છે. નવા પંજાબ માટે ભાજપે મતદારોને ડબલ એન્જિનની સરકાર બનાવવાની અપીલ કરી છે.

Published On - 6:29 am, Sun, 20 February 22

Next Article