
ઉત્તર પ્રદેશના મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ ગુરુવારે સવારે પ્રયાગરાજમાં હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. આજે પંજાબની સાથે ઉત્તર પ્રદેશની 403 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે.

ગોપાલ ગુપ્તા નંદીએ એક ટ્વિટમાં કહ્યું છે કે, 'હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા, શરણ મેં રખ દિયા જબ માથ તો કિસ બાત કી ચિંતા...' મતગણતરી માટે નીકળતાં પહેલાં ભગવાનની પૂજા કરી. પ્રાચીન મનોકામના પૂર્તિ મંદિરમાં ભગવાન ભોલેનાથની પૂજા સાથે લોક કલ્યાણની કામના કરી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થાય તે પહેલા મુરાદાબાદમાં મતગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Published On - 8:25 am, Thu, 10 March 22