મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી (Manipur Assembly Elections 2022) ને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) એ આજે મણિપુરના ઈમ્ફાલ (Imphal) માં ભાજપ (BJP) માટે પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈમ્ફાલના પૂર્વમાં વાંગખેઈ વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન કલાકારો સાથે પરંપરાગત નૃત્યમાં ભાગ લીધો હતો. જણાવી દઈએ કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) એ મણિપુર વિધાનસભા ચૂંટણીને લઈને ઘોષણા પત્ર જાહેર કરી ચૂક્યા છે.
મેનિફેસ્ટો બહાર પાડતા જેપી નડ્ડાએ કહ્યું હતું કે મણિપુરમાં છેલ્લા 5 વર્ષમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મણિપુરે અસ્થિરતાથી સ્થિરતા અને સ્થિરતાથી વિકાસ તરફ એક વિશાળ છલાંગ લગાવી છે. ભાજપે પોતાના કામનું રિપોર્ટ કાર્ડ પણ બહાર પાડ્યું છે, અન્ય કોઈ પાર્ટી આવું કરતી નથી.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
— ANI (@ANI) February 18, 2022
ભાજપના ચૂંટણી ઢંઢેરામાં આર્થિક રીતે નબળા વર્ગ અને પછાત વર્ગની છોકરીઓને તેમના શિક્ષણ અને વિકાસ માટે 25,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે બારમા ધોરણમાં પાસ થનાર તમામ હોશિયાર વિદ્યાર્થીઓને મફત લેપટોપ પણ આપવામાં આવશે.
આ તેમનું ઉચ્ચ શિક્ષણનું પ્રવેશદ્વાર હશે. વરિષ્ઠ નાગરિકોનું માસિક પેન્શન 200 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવાનું કહેવામાં આવ્યું છે. પીએમ કિસાન હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરવામાં આવશે. મણિપુરમાં તમામ માછીમારોને 5 લાખ રૂપિયાનો મફત અકસ્માત વીમો આપવામાં આવશે.
ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે, મહિલાઓ, યુવાનો, ખેડૂતોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમે વંચિત, ગરીબ અને જરૂરિયાતમંદોની મદદને પણ આગળ વધારી રહ્યા છીએ. જે બાબતો પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમાં સમાજના તમામ વર્ગો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણનો સમાવેશ થાય છે.
જેપી નડ્ડાએ કહ્યું કે, પીએમ ઉજ્જવલા લાભાર્થીઓને 2 મફત એલપીજી સિલિન્ડર પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. તેનાથી મહિલાઓ અને ગરીબોનું સશક્તિકરણ થશે. અમે મણિપુરમાં કોલેજ જતી તમામ મેરીટોરીયસ ગર્લ સ્ટુડન્ટ્સને ફ્રી સ્કૂટી પણ આપવા જઈ રહ્યા છીએ.
જણાવી દઈએ કે ચૂંટણી પંચે મણિપુરમાં બે તબક્કાની વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે અને હવે 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખો ફરીથી નક્કી કરવા પાછળનું એક કારણ કેટલાક ખ્રિસ્તી સંગઠનો દ્વારા રવિવારે ચૂંટણી ન યોજવાની માંગ હતી. મતદાનના પ્રથમ તબક્કા માટે અગાઉ જાહેર કરાયેલી તારીખ 27 ફેબ્રુઆરી હતી, એક રવિવાર જ્યારે ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા માટે ચર્ચમાં જાય છે. અગાઉ 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થવાનું હતું.