Manipur Election Results 2022: મણિપુરમાં થશે ઉલટફેર, કોંગ્રેસની વાપસી કે પછી ભાજપ પાસે રહેશે સત્તા

|

Mar 10, 2022 | 8:31 AM

28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ (Congress)ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે.

Manipur Election Results 2022: મણિપુરમાં થશે ઉલટફેર, કોંગ્રેસની વાપસી કે પછી ભાજપ પાસે રહેશે સત્તા
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

મણિપુર વિધાનસભા ચૂંટણી 2022(Manipur Assembly Election 2022) માં, 28 ફેબ્રુઆરી અને 5 માર્ચના રોજ બે તબક્કામાં 60 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજ્યમાં હાલમાં ભાજપની ગઠબંધન સરકાર છે અને તેનો પ્રયાસ સત્તા પર પોતાની પકડ જાળવી રાખવાનો છે, જ્યારે કોંગ્રેસ (Congress)ફરીથી સત્તામાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. ટૂંક સમયમાં મતગણતરી (Counting)શરૂ થશે. મતગણતરી પૂર્વે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગણતરીને લગતી દરેક નાની-મોટી અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

બીરેન સિંહ મણિપુરમાં બીજેપીના પહેલા સીએમ છે

મણિપુરમાં 5 વર્ષ પહેલા 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવીને એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2017માં તેઓ હિંગાંગ વિધાનસભા સીટ જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી છે.

આ છે મણિપુરની હોટ સીટ

મણિપુરની મુખ્ય બેઠકો અને ઉમેદવારોમાં હાલના સીએમ એન બિરેન સિંહની હિંગાંગ સીટ, કોંગ્રેસના ઓકરામ ઈબોબી સિંહની થોબલ સીટ, બીજેપીના થોંગમ બિસ્વજીત સિંહની થોંગજુ સીટ, બીજેપીના ઓકરામ હેનરીની વાંગખેઈ સીટ, કૉંગ્રેસની ગાઈખાંગમની નુંગબા સીટ, બીજેપી. K Konthoujam ગોવિંદદાસ સિંહની બિષ્ણુપુર બેઠક, કોંગ્રેસની ટી લોકેશ્વર સિંહની ખુન્દ્રકપમ બેઠક અને NPPની Y જયકુમાર સિંહની Uripok બેઠકનો સમાવેશ થાય છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

મણિપુરમાં બે તબક્કામાં મતદાન થયું હતું

પ્રથમ તબક્કામાં, મણિપુરમાં 38 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું, જેમાંથી 29 ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાં છે. બાકીની નવ બેઠકો ચુરાચંદપુર, કાંગપોકપી અને ફરજલ જિલ્લાની છે. પ્રથમ તબક્કામાં 173 ઉમેદવારોએ ભાગ લીધો હતો.

જ્યારે બીજા અને અંતિમ તબક્કામાં મણિપુરની 22 બેઠકો માટે કુલ 92 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી લડી હતી. તેમાં ભાજપના 12, કોંગ્રેસના 18, નેશનલ પીપલ્સ પાર્ટીના 11, જનતા દળ યુનાઈટેડ અને નાગા પીપલ્સ ફ્રન્ટના 10-10 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

શું ફરી ભાજપની સરકાર બનશે?

મણિપુરમાં 60 વિધાનસભા બેઠકો છે. અહીં સરકાર બનાવવા માટે બહુમતનો જાદુઈ આંકડો 31 સીટોનો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી જીતીને મણિપુરમાં સરકાર બનાવી હતી. હવે ભાજપ સતત બીજી વખત સરકાર બનાવવામાં સફળ રહેશે કે કેમ તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો: IND vs NZ, Women’s World Cup 2022: ભારતીય ટીમમાં ડેબ્યૂ બાદ પ્રથમ વાર બહાર થઇ શેફાલી વર્મા, કંગાળ ફોર્મ જવાબદાર

આ પણ વાંચો: 5 State Election 2022 LIVE: પરિણામ પહેલા ભગવાન પાસે દંડવત થયા નેતાઓ, ટૂંક સમયમાં પરિણામ આવવાની શરૂઆત

Next Article