Manipur Assembly Elections 2022: મણિપુર વિધાનસભા ચૂંટણી માટે સવારે 10 વાગ્યા સુધી 11.68 ટકા મતદાન થયું

|

Feb 28, 2022 | 11:33 AM

ભારતીય જનતા પાર્ટીએ તમામ 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ 35 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે જનતા દળ (યુનાઈટેડ) 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

Manipur Assembly Elections 2022: મણિપુર વિધાનસભા ચૂંટણી માટે સવારે 10 વાગ્યા સુધી 11.68 ટકા મતદાન થયું
Voting - Symbolic Image

Follow us on

Manipur Assembly Elections 2022: મણિપુર વિધાનસભા ચૂંટણી(Manipur Assembly Elections)ના પ્રથમ તબક્કા(First Phase)માં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી 38 બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 15 મહિલાઓ સહિત કુલ 173 ઉમેદવારો મેદાનમાં છે. મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ ઉમેદવારોમાંથી 39નો ગુનાહિત ઈતિહાસ છે.ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party)એ તમામ 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ 35 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે જનતા દળ (યુનાઈટેડ) 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ 12,09,439 મતદારો, જેમાં 5,80,607 પુરૂષ, 6,28,657 મહિલા અને 175 ટ્રાન્સજેન્ડર મતદારો છે, જેઓ 1,721 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. જે મતદારો કોવિડ પોઝિટિવ છે અથવા ક્વોરેન્ટાઇનમાં છે તેઓને છેલ્લી કલાકમાં બપોરે 3 થી 4 વાગ્યાની વચ્ચે મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે.

નોંધનીય છે કે, 381 મતદાન મથકો સંપૂર્ણ રીતે મહિલા મતદાન કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે, જ્યારે સૈકોટ ખાતેના એક મતદાન મથકનું સંપૂર્ણ સંચાલન વિકલાંગ મતદાન કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ (ECI) એ ઓળખના પુરાવા તરીકે ફોટો મતદાર કાપલી બંધ કરી દીધી છે, તેથી મતદારોએ આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાસબુક સહિત પંચ દ્વારા મંજૂર કરાયેલ 12 ઓળખ દસ્તાવેજોમાંથી એક રજૂ કરવો પડશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ વગેરે, બેંક/પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલ ફોટોગ્રાફ સાથે. મણિપુરમાં ચૂંટણી પ્રચાર શનિવારે સમાપ્ત થઈ ગયો હતો.

60 સભ્યોની મણિપુર વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 22 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે. ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) અને લોક જનશક્તિ પાર્ટી (LJP) ના સમર્થન સાથે 2017 માં મણિપુરમાં સરકાર બનાવી. જો કે, આ વખતે ભાજપે એકલા જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે અને તમામ 60 બેઠકો પર એકલા ચૂંટણી લડી રહી છે.બીજી તરફ કોંગ્રેસે છ રાજકીય પક્ષોનું જોડાણ કર્યું છે અને તેને મણિપુર પ્રોગ્રેસિવ સેક્યુલર એલાયન્સ (MPSA) નામ આપ્યું છે.

Published On - 6:55 am, Mon, 28 February 22

Next Article