Manipur assembly election 2022: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Union Defense Minister Rajnath Singh) આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મણિપુરના પ્રવાસે (Manipur Visit) છે. આજે ઇમ્ફાલમાં, તેઓ કારગીલ યુદ્ધ (Kargil War)માં જીવ ગુમાવનાર ભારતીય સેનાના સૈનિક (Indian Army) સ્વર્ગસ્થ યુમનમ કલ્લેશોર કોમના ઘરે ગયા, તેમના પરિવારને મળ્યા અને તેમની સાથે ભોજન લીધું. આ દરમિયાન તેમની સાથે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ (Manipur Chief Minister N Biren Singh) હાજર હતા.
તમને જણાવી દઈએ કે મણિપુરની 60 સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. મણિપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યમાં વિકાસની વાત કરી. આ સાથે તેમણે કહ્યું કે ભાજપ સરકારના મંત્રીઓ પર કોઈ ભ્રષ્ટાચારનો આરોપ ન લગાવી શકે. કેન્દ્રની ભાજપ સરકારના કોઈપણ મંત્રી પર ભ્રષ્ટાચારના આરોપો કોઈ લગાવી શક્યું નથી. અમે સિસ્ટમમાં ફેરફાર કરીને ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી નાખવા માંગીએ છીએ.
#WATCH | In Imphal, Defence Minister Rajnath Singh had lunch at the residence of Indian Army soldier, late Yumnam Kalleshor Kom who made supreme sacrifice during the Kargil War. pic.twitter.com/UkM3Gs85W8
— ANI (@ANI) February 14, 2022
રક્ષા મંત્રીએ કહ્યું, ભાજપ દેશની એકમાત્ર રાજકીય પાર્ટી છે, જે કહે છે તે કરે છે. તેના કથની અને કાર્યોમાં કોઈ ફરક નથી. તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં રાજકીય પક્ષોના નેતાઓની કથની અને કરનીમાં તફાવત હોવાને કારણે રાજકારણીઓ અને રાજકારણમાંથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે અને વિશ્વસનિયતાનું આ સંકટ રાજકારણની સાથે સાથે રાજકારણીઓ તરફ પણ વધતું રહ્યું. માત્ર ભાજપે તેને પડકાર તરીકે સ્વીકાર્યો છે અને અન્ય કોઈ પક્ષે તેને સ્વીકાર્યો નથી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે મણિપુરમાં હિંસાની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ. એટલા માટે મેં રક્ષા મંત્રી તરીકે કહ્યું છે કે જો વિદ્રોહી જૂથો અમારી સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હોય તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. રક્ષા મંત્રીએ કહ્યું કે મણિપુર બહાદુરોની ભૂમિ છે, યોદ્ધાઓની ભૂમિ છે. મણિપુરના યુવાનોએ ભારતની સરહદને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે તેઓ આ સત્ય જાણે છે કારણ કે તેઓ દેશના સંરક્ષણ પ્રધાન છે.
તમને જણાવી દઈએ કે મણિપુરની 60 સીટો પર બે તબક્કામાં મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મણિપુરમાં પહેલા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થવાનું હતું, પરંતુ તારીખોમાં ફેરફાર બાદ પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચે થશે.
આ પણ વાંચો: Punjab Assembly Election: રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો, કહ્યું- કોને 15 લાખ રૂપિયા અને નોકરી મળી ?
આ પણ વાંચો: Assam: CM સરમાએ અધિકારીઓને આપી ચેતવણી, કહ્યું ‘ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો વાઘની જેમ કરીશ હુમલો’